________________
થાય ત્યાં સુધી [અંતર્મુહૂર્ત સુધી] પૂર્વ પૂર્વના સમયથી પછી પછીના સમયે અસંખ્યગુણ અધિક યોગ હોય છે. તેથી અપર્યાપ્તજીવો પોતાને યોગ્ય યોગસ્થાનકમાં એક જ સમય રહે છે. બીજા સમયે અસંખ્ય ગુણવૃદ્ધિવાળા અન્ય યોગસ્થાનકમાં ચાલ્યા જાય છે અને પર્યાપ્તાજીવો પોતાને યોગ્ય યોગસ્થાનકમાં વધુ સમય પણ રહી શકે છે. યોગસ્થાનકમાં જીવને રહેવાનો કાળઃ
અપર્યાપ્તાવસ્થાને યોગ્ય અસંખ્યયોગ સ્થાનકો છે. તેમાંથી પોતાને યોગ્ય યોગસ્થાનકે અપર્યાપ્તોજીવ જઘન્યથી કે ઉત્કૃષ્ટથી “એક જ સમય” રહે છે.
પર્યાપ્તાવસ્થાને યોગ્ય અસંખ્ય યોગસ્થાનકો છે. તેમાંથી... ચિત્રનં૦૧૦માં બતાવ્યા મુજબ શરૂઆતના અસંખ્ય યોગસ્થાનકોમાંથી જીવ પોતાને યોગ્ય યોગસ્થાનકમાં વધુમાં વધુ ૪ સમય રહી શકે છે. પછીના અસંખ્યયોગસ્થાનકોમાં જીવ વધુમાં વધુ ૫ સમય રહી શકે છે. પછીના અસંખ્યયોગસ્થાનકોમાં જીવ વધુમાં વધુ ૬ સમય રહી પછીના અસંખ્યયોગસ્થાનકોમાં જીવ વધુમાં વધુ ૭ સમય રહી શકે છે. પછીના અસંખ્યયોગસ્થાનકોમાં જીવ વધુમાં વધુ ૮ સમય રહી શકે છે. પછીના અસંખ્યયોગસ્થાનકોમાં જીવ વધુમાં વધુ ૭ સમય રહી શકે છે. પછીના અસંખ્યયોગસ્થાનકોમાં જીવ વધુમાં વધુ ૬ સમય રહી શકે છે. પછીના અસંખ્યયોગસ્થાનકોમાં જીવ વધુમાં વધુ ૫ સમય રહી શકે છે. પછીના અસંખ્યયોગસ્થાનકોમાં જીવ વધુમાં વધુ ૪ સમય રહી શકે છે. પછીના અસંખ્યયોગસ્થાનકોમાં જીવ વધુમાં વધુ ૩ સમય રહી શકે છે. પછીના અસંખ્યયોગસ્થાનકોમાં જીવ વધુમાં વધુ ર સમય રહી શકે છે. એટલે યોગસ્થાનકમાં જીવને રહેવાના કાળની અપેક્ષાએ “યવ”ની આકૃતિ થાય છે. યુવાકૃતિમાં બતાવ્યા મુજબ પર્યાપ્તોજીવ પોતાને યોગ્ય યોગસ્થાનકમાં ઉત્કૃષ્ટથી ૪, ૫, ૬, ૭, ૮, ૭, ૬, ૫, ૪, ૩, ૨, સમય રહે છે અને જઘન્યથી ૧સમય જ રહે છે.