________________
અંતર ક્રમશઃ વધુ વધુ હોય છે. તેથી દરેક ભેદમાં ક્રમશઃ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ સંખ્યાતગુણો લેવાથી પૂર્વ પૂર્વથી પછી પછીના જીવભેદમાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા થાય છે. - પર્યાપ્તાઅસંજ્ઞીથી અપસંજ્ઞીના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા હોય છે. કારણ કે પર્યાપ્તાઅસંજ્ઞીને પલ્યોપમના સંખ્યામાં ભાગ જેટલા જ સ્થિતિસ્થાનો હોય છે અને અપર્યાપ્તસંજ્ઞીનો જ સ્થિતિબંધ અંત:કોડાકોડીસા) છે અને ઉસ્થિતિબંધ પણ અંતઃકો૦કો૦સાવે છે. પરંતુ જઘન્ય અંત:કો કોસાથી ઉત્કૃષ્ટ અંતઃકો૦કોસા) સંખ્યાતગુણ હોય છે. એટલે પર્યાપ્તઅસંજ્ઞીથી અપર્યાપ્તસંજ્ઞીને સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે.
અપર્યાપ્તસંજ્ઞીથી પર્યાપ્તસંજ્ઞીને સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા હોય છે. કારણ કે પર્યાપ્તસંજ્ઞીને અંતર્મુહૂર્તાદિક જઘન્ય સ્થિતિબંધથી ૨૦કોકો સાવ વગેરે ઉપસ્થિતિબંધ સુધીના જેટલા સમય થાય. તેટલા સ્થિતિસ્થાનો હોય છે. એટલે અ૫૦સંજ્ઞીથી પર્યાપ્તસંજ્ઞીને સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે. અપOજીવોમાં પ્રતિસમયે યોગની વૃદ્ધિ અને સ્થિતિસ્થાને અધ્યવસાયો - पइखणमसंखगुणविरिय, अपजपइठिइमसंखलोगसमा । अज्झवसाया, अहिया सत्तसु आउसु असंखगुणा ॥ ५५॥ प्रतिक्षणमसङ्ख्यगुणवीर्या अपर्याप्तानां प्रतिस्थित्यसङ्ख्यलोकसमाः । अध्यवसाया अधिकाः सप्तस्वायुःष्वसङ्ख्यगुणाः ॥ ५५ ॥
ગાથાર્થ :- અપર્યાપ્તજીવો પ્રતિસમયે અસંખ્યગુણ વીર્યવ્યાપારવાળા [યોગવાળા] હોય છે અને દરેક સ્થિતિસ્થાને અસંખ્યલોકાકાશ જેટલા અધ્યવસાયો હોય છે. તેમાં પણ સાતકર્મમાં દરેક સ્થિતિસ્થાને અધિક અધિક અધ્યવસાયો હોય છે અને આયુષ્યકર્મમાં દરેક સ્થિતિસ્થાને ક્રમશઃ અસંખ્યગુણા અધ્યવસાયો હોય છે. - વિવેચન :-અપર્યાપ્તાજીવોને ભવના પ્રથમ સમય કરતાં બીજા સમયે અસંખ્યગુણ અધિક વીર્યવ્યાપાર[યોગ] હોય છે. તેનાથી ત્રીજા સમયે અસંખ્યગુણ અધિક યોગ હોય છે. એ પ્રમાણે, અપર્યાપ્ત અવસ્થા પૂર્ણ ન
" ૧૭૩