________________
પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરીને ભાષાદિરૂપે પરિણમાવે છે. ત્યારપછી તે જ પુદ્ગલોનું આલંબન લઇને ભાષાદિ પુદ્ગલોને શબ્દાદિ રૂપે છોડી મૂકે છે. એટલે વીર્યનો વ્યાપાર મન-વચન-કાયાની સહાયતાથી થઇ રહ્યો છે. તેથી વીર્યના વ્યાપારનું સહકારી કારણ મન-વચન-કાયા છે. એટલે (૧) જે વીર્યનો વ્યાપાર શરીરને યોગ્ય પુદ્ગલોની સહાયતાથી થઇ રહ્યો છે, તે “કાયયોગ” કહેવાય. (૨) જે વીર્યનો વ્યાપાર ભાષાપુદ્ગલોની સહાયતાથી થઇ રહ્યો છે, તે વચનયોગ” કહેવાય. અને (૩) જે વીર્યનો વ્યાપાર મનોદ્રવ્યની સહાયતાથી થઇ રહ્યો છે, તે “મનોયોગ” કહેવાય.
એમાંથી એકેન્દ્રિયને કાયયોગ જ હોય છે. વિકલેન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિયને કાયયોગ અને વચનયોગ હોય છે. સંજ્ઞીને ત્રણે યોગ . હોય છે. તેથી સર્વોત્કૃષ્ટયોગસ્થાનક મિથ્યાદૃષ્ટિપર્યાપ્તસંજ્ઞીને હોય છે. જીવસ્થાનકમાં યોગનું અલ્પબહુત્વ :
સર્વજઘન્ય વીર્યવ્યાપારવાળા લબ્ધિ-અપર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિય જીવને ભવના પ્રથમસમયે સૌથી અલ્પયોગ હોય છે. તેનાથી લબ્ધિ-અપર્યાપ્તબાદરએકેન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યગુણ છે. તેનાથી લબ્ધિ-અપર્યાપ્તબેઇન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યગુણ છે. તેનાથી લબ્ધિ-અપર્યાપ્તતેઇન્દ્રિયનો જધન્યયોગ અસંખ્યગુણ છે. તેનાથી લબ્ધિ-અપર્યાપ્તચઉરિન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યગુણ છે. તેનાથી લબ્ધિ-અપર્યાપ્તઅસંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યગુણ છે. તેનાથી લબ્ધિ-અપર્યાપ્તસંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્યયોગ .અસંખ્યગુણ છે. તેનાથી લબ્ધિ-અપર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિયનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. તેનાથી લબ્ધિ-અપર્યાપ્તબાદરએકેન્દ્રિયનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ છે. તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મએકેન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યગુણ છે. તેનાથી પર્યાપ્ત બાદરએકેન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યગુણ છે.
૧૬૫