________________
તેનાથી અપર્યાપ્તબાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણો હોય છે. તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મનિગોદીયાજીવનો જઘન્યયોગ અસંખ્યગુણો છે તેનાથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો જઘન્યયોગ અસંખ્યગુણો છે. તેનાથી પર્યાપ્તસૂક્ષ્મનિગોદનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણો છે. તેનાથી પર્યાપ્તબાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણો છે.
વિવેચન :-આત્મા અનંતવીર્યગુણનો માલિક છે. એ વીર્ય-૩ પ્રકારે છે. (૧) આવૃતવીર્ય (૨) લબ્ધિવીર્ય (૩) કરણવીર્ય [યોગ]. (૧) કર્મદ્રારા ઢંકાયેલા વીર્યને ‘આવૃતવીર્ય” કહે છે. (૨) વીર્યંતરાયકર્મના સંપૂર્ણ ક્ષયથી જે વીર્ય પ્રગટ થાય છે. ત “ક્ષાયિકભાવનું લબ્ધિવીર્ય” કહેવાય છે અને વીર્યંતરાયકર્મના ક્ષયોપશમથી જે વીર્ય પ્રગટ થાય છે. તે - “ક્ષાયોપશમિકભાવનું લબ્ધિવીર્ય” કહેવાય છે.
(૩) લબ્ધિવીર્યમાંથી મન-વચન-કાયાથી જેટલા અંશે વીર્યનો વ્યાપાર થઇ રહ્યો છે તેટલા વીર્યને કરણવીર્ય=ઉપયોગવીર્યયોગ કહે છે. યોગનું સ્વરૂપ ઃ
એક જીવના પ્રદેશો [આત્મપ્રદેશો] અસંખ્ય[૧લોકના આકાશપ્રદેશ જેટલા] છે. તે દરેક આત્મપ્રદેશે લબ્ધિવીર્ય એકસરખું હોય છે. પણ કરણવીર્ય [વીર્યવ્યાપાર] એક સરખું હોતું નથી કારણ કે સાંકળની કડીની જેમ એક જીવના દરેક આત્મપ્રદેશો પરસ્પર જોડાયેલા હોય છે. તેથી જેમ સાંકળની એક કડી હલાવીએ તો બધી જ કડીમાં કંપન થાય છે. પણ જે કડી હલાવીએ તેમાં કંપન વધુ થાય છે અને તેનાથી દૂર દૂર રહેલી કડીઓમાં કંપન ઓછું ઓછું થાય છે તેમ શરીરના અમુક ભાગમાં રહેલા આત્મપ્રદેશો જે કાર્ય કરે છે. તે કાર્યને બાકીના બધા જ આત્મપ્રદેશો કરે છે. પણ જે આત્મપ્રદેશો કાર્યની નજીક હોય છે. તેમાં ચેષ્ટા વધુ હોય છે. તેનાથી જે આત્મપ્રદેશો દૂર દૂર હોય, તેમાં ક્રમશઃ ચેષ્ટા ઓછી ઓછી હોય છે.
દાત૦ કોઇપણ વ્યક્તિ હાથના આંગળાથી ઘડો ઉપાડે છે
૧૬૦