________________
સર્વે સ્થિતિમાં અશુભતા -
બૃહત્ શતકગ્રંથમાં કહ્યું છે કે, સંક્લેશ વધે તો સ્થિતિબંધ વધે છે અને સંક્લેશ ઘટે તો સ્થિતિબંધ ઘટે છે. એટલે અન્વયવ્યતિરેકથી ૩ આયુષ્યને છોડીને બાકીની શુભાશુભકર્મપ્રકૃતિની દરેક સ્થિતિઓ સંક્લેશથી જ બંધાય છે. તેથી સર્વે સ્થિતિના બંધનું કારણ કષાયોદયજન્ય સંક્લેશ છે.
જ પ્રમાણે, ગ્રન્થકાર ભગવંતે સ્વપજ્ઞટીકામાં કહ્યું છે કે, જસ્થિતિબંધનું કારણ વિશુદ્ધિ છે એ વિશુદ્ધિ કેવાય ઘટવા રૂપ લેવી. એટલે કે કષાયોદયની અલ્પતા એ જ વિશુદ્ધિ છે. તેથી જસ્થિતિબંધનું કારણ કષાયની અલ્પતા [મંદસંક્લેશ] છે. એટલે અલ્પસંક્લેશથી જસ્થિતિબંધ થાય છે.
મધ્યમસંક્લેશથી મધ્યમસ્થિતિબંધ થાય છે. અને અતિસંક્લેશથી ઉત્કૃષ્ટસ્થિતિબંધ થાય છે.
એટલે સર્વે સ્થિતિઓ સંક્લેશથી બંધાય છે. તેથી અશુભવૃક્ષથી જન્ય અશુભફળની જેમ અશુભ કારણરૂપ સંક્લેશથી જન્ય સર્વે સ્થિતિઓ “અશુભ” ગણાય છે.
શંકા - શાસ્ત્રવચનથી સ્થિતિબંધ અને રસબંધનું કારણ કષાય છે. એટલે તે બન્નેનો હેતુ સમાન હોવાથી જેમ સ્થિતિઓ અશુભ કહી છે. તેમ રસ પણ અશુભ જ કહો ને? શુભાશુભ કેમ કહો છો?
સમાધાન :- સ્થિતિબંધ અને રસબંધનું કારણ કષાય છે. એ વાત સાચી છે. પણ જ્ઞાનાવરણીયાદિકર્મમાં સંક્લેશ વધે તો સ્થિતિબંધ વધે છે અને સંક્લેશ ઘટે તો સ્થિતિબંધ ઘટે છે. એટલે અન્વયવ્યતિરેકથી સ્થિતિબંધનું કારણ સંક્લેશ જ છે. તેથી સર્વે સ્થિતિઓ અશુભ કહી છે. પણ સંક્લેશ વધે, તો જ્ઞાનાવરણીયાદિ-અશુભપ્રકૃતિનો રસ વધે છે અને શાતાદિ શુભ
(૩૨) શોવિન્ને સિ મહાવિ | બૃિહતશતક] (૩૩) તા નવા પુનર્વિશોધતો વિશુક્યા વષાયાવિહયા વધ્યતે સ્વિોપmટીકા
K૧૫૮