________________
ત્યારે તે આંગળાની સાથે કાંડુ, કોણી, ખભો વગેરે ઘડો ઉપાડવાની ક્રિયામાં જોડાયેલા હોય છે. પણ હાથના આંગળામાં રહેલા આત્મપ્રદેશોમાં ચેષ્ટા વધુ હોય છે. તેનાથી દૂર દૂર રહેલા મણિબંધ, કોણી, ખભા, માથા વગેરેના આત્મપ્રદેશોમાં ચેષ્ટા થોડી ઓછી ઓછી હોય છે. એટલે હાથના આંગળામાં રહેલા આત્મપ્રદેશોમાં વીર્યવ્યાપાર વધુ હોય છે અને મણિબંધાદિમાં ક્રમશઃ વીર્યવ્યાપાર ઓછો ઓછો હોય છે. એટલે એક જ જીવમાં ઓછા-વધતા વીર્યવ્યાપારવાળા આત્મપ્રદેશો મળી શકે છે. એ જૂનાધિક વીર્યવ્યાપારવાળા આત્મપ્રદેશોની વર્ગણાઓ થાય છે. એ વર્ગણાઓનું પદ્ધક થાય છે અને રૂદ્ધકોનું યોગસ્થાનક થાય છે. વર્યાવિભાગ [વર્યાણુ] -
. કેવલીભગવતની બુદ્ધિરૂપ શસ્ત્રથી પણ જેના બે વિભાગ ન થઇ શકે એવા વીર્યના અંશને “અવિભાગ” અથવા “વર્યાણુ” અથવા “યોગાણુ” કહે છે. વર્ગણાઃસરખે સરખા વિર્યાણુવાળા આત્મપ્રદેશના સમૂહને “વર્ગણા” કહે છે.
| સર્વજઘન્ય વીર્યવ્યાપારવાળા લબ્ધિઅપર્યાપ્ત સૂક્ષ્મનિગોદીયા જીવને ભવના પ્રથમ સમયે એક-એક આત્મપ્રદેશ ઉપર ઓછામાં ઓછા અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા વીર્યાણુ હોય છે.
લબ્ધિ-અપર્યાપ્તાસૂક્ષ્મનિગોદીયા જીવના સૌથી ઓછામાં ઓછા વર્યાણુવાળા આત્મપ્રદેશના સમૂહની પ્રથમવર્ગણા થાય છે. તેનાથી એક અધિક વર્યાણુવાળા પણ પૂર્વથી થોડા ઓછા આત્મપ્રદેશના સમૂહની બીજીવર્ગણા થાય છે. તેનાથી એક અધિક વર્યાણુવાળા પણ પૂર્વથી થોડા ઓછા આત્મપ્રદેશના સમૂહની ત્રીજીવર્ગણા થાય છે.
એ રીતે, ચોથી, પાંચમી વગેરે અસંખતી વર્ગણા થાય છે. (૩૫) ઘનીકૃતલોકની એક આકાશપ્રદેશ જાડી અને ૩ રાજ લાંબી આકાશપ્રદેશની
શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશપ્રદેશ જેટલી વર્ગણા, સ્પર્ધકો અને યોગસ્થાનકો થાય છે.
* ૧૬૧
૧૧