________________
૮માં ગુણઠાણાના છેલ્લાસમયે=૫૧માં સ્થિતિસ્થાને ૫ સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. ૫૦ મા સ્થિતિસ્થાને ૬ સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. તે બધા નવા જ હોય છે. ૪૯મા સ્થિતિસ્થાને ૭ સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. તે બધા નવા જ હોય છે. ૪૮માં સ્થિતિસ્થાને ૮ સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. તે બધા નવા જ હોય છે.
એ રીતે, એક-એક સ્થિતિસ્થાને એક-એક અધ્યવસાય વધારતાં વધારતાં ૧લા ઉસ્થિતિસ્થાને ૬૦ સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. એટલે સ્થિતિબંધના અધ્યવસાયની આકૃતિ “વિષમચતુરસ્ત્ર” થાય છે.
એ રીતે, જ0સ્થિતિસ્થાનથી માંડીને ઉ0સ્થિતિસ્થાન સુધીના કુલ અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા=૧૫૩૯ સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે.
ચિત્રનં૦૯માં બતાવ્યા મુજબ છેલ્લા ૧૫૩૯મા ઉસ્થિતિબંધના અધ્યવસાયથી માંડીને ૧લા જOસ્થિતિબંધના અધ્યવસાય તરફ જતાં પૂર્વ પૂર્વના અધ્યવસાયથી પછી પછી ના અધ્યવસાયમાં વિશુદ્ધિ વધતી જવાના કારણે તે સર્વે અધ્યવસાયો “વિશુદ્ધિસ્થાનો” બને છે. અને ૧લા જસ્થિતિબંધના અધ્યવસાયથી માંડીને છેલ્લા ૧૫૩૯મા ઉ૦ સ્થિતિબંધના અધ્યવસાય તરફ આવતાં પૂર્વે પૂર્વના અધ્યવસાયથી પછી પછીના અધ્યવસાયમાં સંક્લિષ્ટતા વધતી જાય છે. તેથી ક્ષપકશ્રેણિગતઅધ્યવસાયોને છોડીને બાકીના અધ્યવસાયો “સંક્લેશસ્થાનો” બને છે તેમાં ૧લો અધ્યવસાય એ “સર્વોત્કૃષ્ટવિશુદ્ધિસ્થાન” બને છે અને છેલ્લો ૧૫૩૯મો અધ્યવસાય એ “સર્વોત્કૃષ્ટસંક્લેશસ્થાન” બને છે. વચ્ચેના અધ્યવસાયો ચઢતી વખતે વિશુદ્ધિસ્થાનો બને છે અને ઉતરતી વખતે ક્ષપકશ્રેણિગતઅધ્યવસાયો છોડીને બાકીના અધ્યવસાયો સંક્લેશસ્થાનો બને છે. તેથી સંક્લેશસ્થાનો કરતાં વિશુદ્ધિસ્થાને થોડા વધારે હોય છે.
ઉપશમકની અપેક્ષાએ જેટલા સંક્લેશસ્થાનો છે. તેટલા વિશુદ્ધિસ્થાનો છે અને ક્ષેપકને ક્ષપકશ્રેણીમાંથી પડવાનું હોતું નથી તેથી ક્ષપકશ્રેણીમાં રહેલા અધ્યવસાયો વિશુદ્ધિસ્થાનો જ બને છે. સંક્લેશસ્થાનો બનતા નથી.