________________
ભોગવવા યોગ્ય હોય છે, તે બીજાસમયમાં ગોઠવાય છે. તેને “બીજોનિષેક, કહે છે. તેના કરતાં થોડા ઓછા કર્મદલિકો ત્રીજાસમયે ભોગવવા યોગ્ય હોય છે. તે ત્રીજાસમયમાં ગોઠવાય છે. તેને ત્રીજોનિષેક' કહે છે. એ રીતે, તે સમયે બંધાતી સ્થિતિના છેલ્લાસમય સુધી પૂર્વ પૂર્વના સમય કરતાં પછી પછીના સમયે થોડા ઓછા ઓછા દલિકો ગોઠવાય છે. તેને “નિષેકરચના” કહે છે. તેમાં અબાધાસ્થિતિની ઉપરના પ્રથમસમયથી માંડીને તે સમયે બંધાતી સ્થિતિના છેલ્લા સમય સુધીના જેટલા સમય થાય છે. તેટલા નિષેક હોય છે.
ગ્રન્થકાર ભગવંત ગાથાનં૦૩૨માં “વવાદ વાસસયા'' પદથી કહી રહ્યાં છે કે, “જે ઉત્તરપ્રકૃતિની જેટલા કોડાકોડીસાગરોપમની સ્થિતિ બંધાય છે. તે ઉત્તરપ્રકૃતિમાં તેટલા સો વર્ષની અબાધા હોય છે.'' દાત૦ દેવગતિની ૧૦કોકોસા૦ સ્થિતિબંધાય છે. ત્યારે દેવગતિમાં ૧૦૦૦વર્ષની આબાધા હોય છે.
અસકલ્પનાથી ૧૦ કોકોસા
૧૦૦૦ વર્ષ
'
=૧૦૦ સમય..
= ૧૦ સમય માનવામાં આવે, તો.... ચિત્રનં૦૧માં બતાવ્યા મુજબ મૈં નામનો માણસ જે સમયે દેવગતિનામકર્મની ૧૦ કોડાકોડીસાગરોપમ=૧૦૦ સમય પ્રમાણ સ્થિતિ બાંધે છે. તે સમયે તથા સ્વભાવે જ ૧૦૦૦ વર્ષ=૧૦ સમયની સ્થિતિમાં કર્મદલિકો ગોઠવાતા નથી. એટલે ૧૦ સમયની સ્થિતિને અબાધાકાલ કહે છે અને અબાધાકાળની ઉપરના સમયથી માંડીને ૧૦ કોકોસાના છેલ્લા સમય સુધી = ૧૧ સમયથી માંડીને ૧૦૦ સમય સુધી પૂર્વ પૂર્વના સમય કરતાં પછી પછીના સમયે થોડા ઓછા ઓછા કર્મદલિકો ગોઠવાય છે. તેથી ૧૧થી ૧૦૦ સમયને નિષેકકાળ કહે છે. તેમાં ૧૧ થી ૧૦૦ સુધીના કુલ ૯૦ નિષેક હોય છે.
જે ઉત્તરપ્રકૃતિની જેટલા કોડાકોડીસાગરોપમની સ્થિતિ બંધાય છે. તે ઉત્તરપ્રકૃતિમાં તેટલા સો વર્ષની અબાધા હોય છે. એ નિયમાનુસારે મૂલકર્મમાં પણ જે કર્મની જેટલા કોડાકોડીસાગરોપમની સ્થિતિ બંધાય છે. તે કર્મમાં તેટલા સો વર્ષની અબાધા હોય છે.
८०