________________
ગુણઠાણા સુધી કષાયનો ઉદય ન હોવાથી તે ત્રણ ગુણઠાણે શાતાનો બંધ અકાષાયિક છે. તે પહેલા સમયે બંધાય છે અને બીજાસમયે નાશ પામે છે. એટલે શાતાનો બંધ ૨ સમયનો જ છે.
શંકા :- ગ્રન્થકારભગવંતે શાતાનો જળસ્થિતિબંધ ૨ સમયનો ન કહેતાં ૧૨ મુહૂર્તનો કેમ કહ્યો છે?
સમાધાન :- સ્થિતિબંધનું કારણ કષાયોદય છે એ કષાયોદય ૧૦મા ગુણઠાણા સુધી જ હોય છે. એટલે કષાયોદયરૂપ કારણથી જન્યસ્થિતિબંધરૂપકાર્ય ૧૦મા ગુણઠાણા સુધી થાય છે. તેથી ૧૦માગુણઠાણાના અંતે કષાયોદયજન્ય પરિણામથી જે શાતાનો-૧૨ મુહૂર્ત પ્રમાણ સ્થિતિબંધ થાય છે. તેને જસ્થિતિબંધ કહ્યો છે.
મૂલકર્મોમાં અબાધાકાલ :બાધા=પીડા [ઉદયરૂપપીડા].
અબાધા= ઉદયરૂપ પીડાનો અભાવ [અનુદય].
બંધસમયે જે કર્મની જેટલી સ્થિતિમાં તથાસ્વભાવે જ ભોગવવા યોગ્ય કર્મદલિકો ગોઠવાતા નથી તેટલી સ્થિતિને ‘અભોગ્યસ્થિતિ” અથવા “અબાધાસ્થિતિ” કહે છે અને અબાધાસ્થિતિની ઉપર જેટલી સ્થિતિમાં ભોગવવા યોગ્ય કર્મદલિકો ગોઠવાય છે. તેટલી સ્થિતિને “ભોગ્યસ્થિતિ” અથવા “નિષેકસ્થિતિ” કહે છે.
નિ+સિગ્ગ ધાતુનો અર્થ “સ્થાપવું” થાય છે.
નિષેક=કર્મદલિકની સ્થાપના...
બંધસમયે જે કર્મના ભાગમાં જેટલું દલિક આવે છે. તેટલું દલિક ક્રમશઃ ભોગવી શકાય એટલા માટે તે દલિકોની વ્યવસ્થિત રચના થાય છે. તેને “નિષેકરચના” કહે છે.
બંધસમયે જે કર્મના ભાગમાં જેટલું કર્મદલિક આવ્યું હોય, તેમાંથી કેટલાક દલિકો અબાધાસ્થિતિની ઉપરના પ્રથમસમયે ભોગવવા યોગ્ય હોય છે, તે અબાધાસ્થિતિની ઉપરના પ્રથમસમયમાં ગોઠવાય છે. તેને “પ્રથમનિષેક” કહે છે. તેના કરતાં થોડાં ઓછા કર્મદલિકો બીજાસમયે
૭૯