________________
વિશુદ્ધિસ્થાનો-સંક્લેશસ્થાનો :
ચિત્રનં૦૩માં બતાવ્યા મુજબ કોઈપણ જીવ તે તે સ્થિતિસ્થાનનો સ્પર્શ કરતો કરતો ઉપર ચઢતો હોય છે. ત્યારે કષાયોદય મંદ થવાથી વિશુદ્ધિ વધતી જવાના કારણે તે તે સ્થિતિસ્થાને રહેલાં જીવનો અધ્યવસાય [કષાયોદયજન્ય પરિણામ] જ “વિશુદ્ધિસ્થાન” બની જાય છે અને જ્યારે જીવ નીચે ઉતરી રહ્યો હોય છે. ત્યારે કષાયોદય તીવ્ર થવાથી સંફિલષ્ટતા વધતી જવાના કારણે તે તે સ્થિતિસ્થાને રહેલાં જીવનો અધ્યવસાય જ “સંકલેશસ્થાન” બની જાય છે. એટલે વિશુદ્ધિસ્થાનો અને સંકલેશસ્થાનો સાપેક્ષ છે. તેથી ઉપશમકને ગુણસ્થાનકે ચઢતી વખતે જે સ્થિતિસ્થાને રહેલો જે અધ્યવસાય વિશુદ્ધિસ્થાન બને છે. તે જ સ્થિતિસ્થાને રહેલો તે અધ્યવસાય નીચે ઉતરતી વખતે સંકલેશસ્થાન બને છે. અને ક્ષેપકને ક્ષપકશ્રેણીમાંથી પડવાનું હોતું નથી એટલે શપકને ક્ષપકશ્રેણિમાં ચઢતી વખતે જે અધ્યવસાયો હોય છે. તે અધ્યવસાયો માત્ર વિશુદ્ધિસ્થાનો જ બને છે. સંક્લેશસ્થાનો બનતા નથી. જિનનામના ઉસ્થિતિબંધના સ્વામી :
જે મનુષ્ય “પૂર્વે નરકાયુ બાંધ્યા પછી” ક્ષયોપશમસમ્યકત્વ પ્રાપ્ત કરીને જિનનામ નિકાચિત કર્યું હોય, તે મનુષ્ય નરકમાં જતી વખતે પોતાના ચાલુ ભવનું છેલ્લું એક અંતર્મુહૂર્ત બાકી રહે છે. ત્યારે મિથ્યાત્વની સન્મુખ થયેલો ચિત્રનં૦૪માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી સમ્યકત્વગુણઠાણાના છેલ્લાસમયે=૩૨મા સ્થિતિસ્થાને રહેલો અવિરત સમ્યગ્દષ્ટિમનુષ્ય જિનનામના ઉસ્થિતિબંધને યોગ્ય સંકલેશથી જિનનામનો અંતઃકો૦કો સાવ ઉસ્થિતિબંધ કરે છે.
જિનનામના બંધને યોગ્ય સૌથી વધુ સંકિલષ્ટ પરિણામ ૩૨મા સ્થિતિસ્થાને જ હોય છે. કારણકે ત્યાંથી નીચે આવતા મિથ્યાત્વગુણઠાણે સંફિલષ્ટતા વધે છે પણ જિનનામનો બંધ હોતો નથી અને ૩૨મા સ્થિતિસ્થાનની ઉપરના ૩૩મા-૩૪મા વગેરે સ્થિતિસ્થાને જિનનામનો બંધ હોય છે (૨૭) કર્મગ્રન્થનાં મતે કોઇપણ જીવ ક્ષયોપશમસમ્યકત્વ લઇને નરકમાં જતો નથી.
તેથી ક્ષયોપશમસમ્યગ્દષ્ટિજીવ સમ્યક્ત છોડીને મિથ્યાત્વે આવ્યા પછી જ નરકમાં જાય છે.
* ૧૧૯