________________
સ્થિતિબંધ કરે છે તેથી મિથ્યાત્વગુણઠાણે અંતઃકોકોસાથી પણ ઓછો સ્થિતિબંધ થવાની આપત્તિ આવે છે. એ આપત્તિને દૂર કરવા માટે “મિથ્યાર્દષ્ટિ” વિશેષણ મૂકયું છે.
જો “મિથ્યાર્દષ્ટિભવ્યસંશી”માં સંજ્ઞી વિશેષ્ય મૂકવામાં ન આવે, તો ભવ્યઅસંશીનું પણ ગ્રહણ થઇ જાય છે અને ભવ્યઅસંશી મિથ્યાત્વનો ૧૦૦૦ સાગરોપમ સ્થિતિબંધ કરે છે. તેથી મિથ્યાત્વગુણઠાણે અંતઃકોકોસાથી પણ ઓછો સ્થિતિબંધ થવાની આપત્તિ આવે છે એ આપત્તિને દૂર કરવા માટે “મિચ્છે વિયરસન્નિમિ'' કહ્યું છે. જીવસ્થાનોમાં સ્થિતિબંધનું અલ્પબહુત્વ :
जइ लहुबंधो बायर, पज्ज असंखगुण सुहुमपज्जहिगो । एसिं अपज्जाण लहू, सुहुमेअरअपज्ज पज्ज गुरू ॥ ४९ ॥ यतिलघुबन्धो बादरपर्याप्तस्यासङ्ख्यगुणः सूक्ष्मपर्याप्तस्याधिकः । અનયોરપર્યાપ્તયોર્જાયુ:, સુક્ષ્મતરોરપર્યાપ્ત-પર્યાપ્તયો પુરુ: || ૪૬ ||
ગાથાર્થઃ- સંયમીનો જઘન્યસ્થિતિબંધ સૌથી અલ્પ છે. તેનાથી બાદરપર્યાપ્તા એકેન્દ્રિયનો જઘન્યસ્થિતિબંધ અસંખ્યગુણ છે. તેનાથી સૂક્ષ્મપર્યાપ્ત એકેન્દ્રિયનો જ૦સ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી બાદરઅપર્યાપ્તાનો જ૦સ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી સૂક્ષ્મઅપર્યાપ્તાનો જસ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી સૂક્ષ્મઅપર્યાપ્તાનો ઉ૰સ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી બાદરઅપર્યાપ્તાનો ઉ૰સ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી સૂક્ષ્મપર્યાપ્તાનો ઉ૰સ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી બાદરપર્યાપ્તાનો ઉ૰સ્થિતિબંધ વિશેષાધિક છે.
વિવેચન : - સૂક્ષ્મસંપરાયગુણઠાણામાં રહેલા સંયમી મહાત્મા સૌથી ઓછામાં ઓછો અંતર્મુહૂર્તાદિક સ્થિતિબંધ કરે છે તે સૌથી અલ્પસ્થિતિબંધ છે. તેના કરતાં બાદરપર્યાપ્તા એકેન્દ્રિયનો જઘન્યસ્થિતિબંધ અસંખ્યગુણ છે. કારણ કે તે જીવો જ્ઞાનાવરણીયાદિકર્મોનો પલ્યોપમનો
૧૦
૧૪૫