________________
સ્થિતિબંધસ્થાનમાં સ્થિતિબંધના અધ્યવસાયોઃ
જઘન્યસ્થિતિ, સમયાધિકજઘન્યસ્થિતિ, કિસમયાધિકજઘન્યસ્થિતિ ત્રિસમયાધિકજઘન્યસ્થિતિ એ રીતે, એક એક સમય વધારતાં વધારતાં ઉસ્થિતિ સુધીના જેટલા સ્થિતિના ભેદો થાય તેટલી સ્થિતિઓ બંધાય છે. એટલે કુલ અસંખ્યસ્થિતિઓ બંધાય છે. તેમાંથી કોઇપણ એક સ્થિતિ એકજીવની અપેક્ષાએ એકસમયે એક જ સ્થિતિબંધના અધ્યવસાયથી બંધાય છે અને ત્રિકાળવર્તી અનેકજીવની અપેક્ષાએ અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થિતિબંધના અધ્યવસાયથી બંધાય છે.
અસત્કલ્પનાથી.. અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાય=પ અધ્યવસાય...
માનવામાં આવે, તો... નામનો જીવ ૧લા અધ્યવસાયથી જસ્થિતિને બાંધે છે. વ નામનો જીવ રજા અધ્યવસાયથી જસ્થિતિને બાંધે છે. વ નામનો જીવ ૩જા અધ્યવસાયથી જ સ્થિતિને બાંધે છે. ટુ નામનો જીવ ૪થા અધ્યવસાયથી જસ્થિતિને બાંધે છે. એ નામનો જીવ પમા અધ્યવસાયથી જ સ્થિતિને બાંધે છે.
એ રીતે, પ જીવો ૫ અધ્યવસાયથી જ સ્થિતિને બાંધે છે. પણ વાસ્તવિકરીતે, ત્રિકાળવર્તી અનેકજીવની અપેક્ષાએ જઘન્યસ્થિતિ અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયોથી બંધાય છે.
એ જ પ્રમાણે, સમયાધિક જસ્થિતિથી માંડીને ઉસ્થિતિ સુધીની દરેક સ્થિતિ અનેકજીવની અપેક્ષાએ અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાયથી બંધાય છે. તેથી કોઇપણ સ્થિતિના બંધનું કારણ અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ સ્થિતિબંધના અધ્યવસાયો છે. એટલે જઘન્યસ્થિતિબંધસ્થાનથી માંડીને ઉ0સ્થિતિબંધસ્થાન સુધીના દરેક સ્થિતિબંધસ્થાને અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા સ્થિતિબંધના અધ્યવસાય હોય છે. સ્થિતિબંધસ્થાનમાં વિશેષાધિક અધ્યવસાયો :
નવમા-દશમા ગુણઠાણામાં ત્રિકાળવર્તી અનેકજીવને એકસરખો જ અધ્યવસાય હોય છે. તેથી એકસ્થિતિસ્થાને એક જ સ્થિતિબંધનો અધ્યવસાય
૧૫૫