________________
એકેન્દ્રિયના-૪ ભેદમાંથી બાદરપર્યાપ્તા એકેન્દ્રિયને સૌથી વધુ સંક્લેશ કે વિશુદ્ધિ હોય છે તેથી તે જીવો બાકીના એકેન્દ્રિય કરતાં સૌથી વધુ સ્વબંધને યોગ્ય કર્મપ્રકૃતિનો ઉસ્થિતિબંધ કરે છે અને સૌથી ઓછો જસ્થિતિબંધ કરે છે.
ચિત્રમાં બતાવ્યામુજબ અસત્કલ્પનાથી બાદ૨૫ર્યામા એકજીવો મિથ્યાત્વનો ૧ સા૦=૧૦૦૦૦ સમયનો ઉ૰સ્થિતિબંધ કરે છે અને પલ્યોપમનો અસંખ્યાતમોભાગન્યૂન ૧ સા૦=૯૮૬૬ સમય પ્રમાણ જસ્થિતિબંધ કરે છે.
બાદરપર્યાપ્તા એકેન્દ્રિયથી સૂક્ષ્મપર્યાપ્તા એકેન્દ્રિયને સંક્લેશ કે વિશુદ્ધિ ઓછી હોય છે. એટલે વિશુદ્ધિ ઓછી હોવાર્થી જળસ્થિતિબંધ થોડો વધુ થાય છે અને સંક્લિષ્ટતા ઓછી હોવાથી ઉસ્થિતિબંધ થોડો ઓછો થાય છે.
અસત્કલ્પનાથી સૂક્ષ્મપર્યાપ્તા એકેન્દ્રિયજીવો મિથ્યાત્વનો જ૦સ્થિતિબંધ ૯૯૧૧ સમય કરે છે અને ઉ૦સ્થિતિબંધ ૯૯૫૫ સમય કરે છે. સૂક્ષ્મપર્યાપ્તા એકેથી બાદરઅપર્યાપ્તા એકેને સંક્લેશ કે વિશુદ્ધિ ઓછી હોય છે. એટલે વિશુદ્ધિ ઓછી હોવાથી જ સ્થિતિબંધ થોડો વધુ થાય છે અને સંકિલષ્ટતા ઓછી હોવાથી ઉ0સ્થિતિબંધ થોડો ઓછો થાય છે.
અસત્કલ્પનાથી બાદરઅપર્યાપ્તાએકેજીવો મિથ્યાત્વનો જ૦સ્થિતિબંધ=૯૯૨૬ સમય કરે છે અને ઉ૰સ્થિતિબંધ ૯૯૪૦ સમય કરે છે.
બાદરઅપર્યાપ્તાથી સૂક્ષ્મઅપર્યાપ્તાને વિશુદ્ધિ ઓછી હોવાથી જસ્થિતિબંધ થોડો વધુ થાય છે અને ક્લિષ્ટતા ઓછી હોવાથી ઉસ્થિતિબંધ થોડો ઓછો થાય છે.
અસકલ્પનાથી સૂક્ષ્મઅપર્યાપ્તા જીવો મિથ્યાત્વનો જસ્થિતિબંધ ૯૯૩૧ સમય કરે છે અને ઉ૦સ્થિતિબંધ ૯૯૩૫ સમય કરે છે. એટલે ચિત્રમાં બતાવ્યા મુજબ બાદપર્યાપ્તાને મિથ્યાત્વના ૯૮૬૬ સમયપ્રમાણ જસ્થિતિબંધથી ૧૦૦૦૦ સમય પ્રમાણ ઉ૰સ્થિતિબંધ સુધીના
૧૪૮