________________
પલ્યોપમના અસંભાગ=૧૩૫ સમયમાં એકેન્દ્રિયના આઠે સ્થિતિબંધનો સમાવેશ થઇ જાય છે. તેથી પૂર્વ પૂર્વના સ્થિતિબંધ કરતાં પછી પછીનો સ્થિતિબંધ થોડો થોડો વધારે હોવાથી તે દરેક સ્થિતિબંધો વિશેષાધિક કહ્યાં છે.
અહીં ખાસ ધ્યાન રાખવું કે, પહેલા સ્થિતિબંધથી બીજો સ્થિતિબંધ જો ત્રણગુણો વગેરે હોય, તો પહેલા સ્થિતિબંધ કરતાં બીજો સ્થિતિબંધ સંખ્યાતગુણ કહેવાય છે અને પહેલા સ્થિતિબંધ કરતાં બીજો સ્થિતિબંધ જો બમણાથી ન્યૂન હોય તો વિશેષાધિક કહેવાય છે.
દાત૦ પહેલો સ્થિતિબંધ ૧સાગરોપમ હોય અને બીજો સ્થિતિબંધ ૩ કે ૪ વગેરે સાગરોપમ હોય, તો પહેલા સ્થિતિબંધ કરતાં બીજો સ્થિતિબંધ સંખ્યાતગુણ કહેવાય છે તથા પહેલો સ્થિતિબંધ ૧સાગરોપમ હોય અને બીજો સ્થિતિબંધ જો સમયન્યૂન ૨ સાગરોપમ હોય, તો પહેલા સ્થિતિબંધ કરતાં બીજો સ્થિતિબંધ વિશેષાધિક કહેવાય છે. એ નિયમાનુસારે અહીં પહેલો જ સ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન ૧ સા૦=૯૮૬૬ સમય પ્રમાણ છે અને બીજો જસ્થિતિબંધ પલ્યોપમનો અસંભાગન્યૂન ૧સાગરોપમ=૯૯૧૧ સમય પ્રમાણ છે. એટલે પહેલા જસ્થિતિબંધ કરતાં બીજો જઘન્યસ્થિતિબંધ થોડો વધારે હોવાથી વિશેષાધિક કહેવાય છે.
વિકલેન્દ્રિય અને અસંજ્ઞીપંચે૦માં સ્થિતિબંધનું અલ્પબહુત્વ :लहुबिय पज्ज अपज्जे, अपजेयर बिय गुरू हिगो एवं । ति चउ असन्निसु नवरं, संखगुणो बिय अमणपज्जे ॥ ५० ॥ लघुःद्वीन्द्रिये पर्याप्त-अपर्याप्ते, अपर्याप्तेतरद्वीन्द्रिये गुरुरधिक एवम् । त्रिचतुरिन्द्रियासंज्ञिषु नवरं सङ्ख्यगुणो द्वीन्द्रियेऽसंज्ञिनि पर्याप्ते ॥ ५० ॥
ગાથાર્થ :- તેનાથી પર્યાપ્તબેઇન્દ્રિયનો જ૦સ્થિતિબંધ સંખ્યાતગુણ છે. તેનાથી અપર્યાપ્તબેઇન્દ્રિયનો જ૦સ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી અપર્યાપ્તબેઇન્દ્રિયનો ઉ૦સ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી પર્યાપ્તબેઇન્દ્રિયનો ઉ૰સ્થિતિબંધ વિશેષાધિક છે. એ જ પ્રમાણે,
૧૪૯