________________
ઉત્તરપ્રકૃતિના ઉત્કૃષ્ટાદિસ્થિતિબંધમાં ભાંગા - चउभेओ अजहन्नो, संजलणावरणनवगविग्घाणं । सेसतिगि साइ अधुवो, तह चउहा सेसपयडीणं ॥ ४७॥ चतुर्भेदोऽजघन्यः सञ्चलनावरणनवकविघ्नानाम् । शेषत्रिके सादिरध्रुवः तथा चतुर्धा शेषप्रकृतीनाम् ॥ ४७॥
ગાથાર્થ - સંજ્વલનચતુષ્ક, જ્ઞાનાવ૫, દર્શના૦૪, અંતરાય-૫ એ ૧૮ પ્રકૃતિનો અજઘન્યસ્થિતિબંધ સાદિ વગેરે ૪ પ્રકારે છે અને એ ૧૮ પ્રકૃતિના જઘન્યાદિ-૩ સ્થિતિબંધ ૨ પ્રકારે છે. તથા બાકીની દરેક પ્રકૃતિના ચારે સ્થિતિબંધ-ર પ્રકારે છે.
વિવેચન - કોઇપણ જીવને ઉપશમશ્રેણીમાં ચઢતાં ૯મા ગુણઠાણે સંજ્વલનચતુષ્કનો બંધવિચ્છેદ થાય છે અને ૧૦મા ગુણઠાણાના છેલ્લા સમયે જ્ઞાના૦૫, દર્શના૦૪, અંત૦પનો બંધવિચ્છેદ થાય છે ત્યાર પછી તે જીવ ૧૧મા ગુણઠાણેથી પડીને ૧૦મા ગુણઠાણે આવે છે. ત્યારે જ્ઞાનાવરણીયાદિ-૧૪ પ્રકૃતિનો બંધ શરૂ થઈ જાય છે, તે વખતે જ્ઞાના૧૪ પ્રકૃતિના અજઘન્યસ્થિતિબંધની સાદિ થાય છે અને ૯પા ગુણઠાણે આવે છે, ત્યારે સં૦૪નો બંધ શરૂ થઈ જાય છે. તે વખતે સંજવલન-૪ના અજઘન્યસ્થિતિબંધની સાદિ થાય છે અને જે જીવે છે તે પ્રકૃતિનું બંધવિચ્છેદસ્થાન પ્રાપ્ત નથી કર્યું તે જીવની અપેક્ષાએ અજઘન્યસ્થિતિબંધ અનાદિ છે. અભવ્યને કયારેય તે પ્રકૃતિના અજઘન્યસ્થિતિબંધનો અંત આવવાનો નથી. તેથી અજઘન્યસ્થિતિબંધ ધ્રુવ છે. અને ભવ્યને ભવિષ્યમાં તે ૧૮ પ્રકૃતિના અજઘન્યસ્થિતિબંધનો અંત આવવાનો છે. તેથી અજઘન્ય સ્થિતિબંધ અધ્રુવ [સાંત] છે.
ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણાના પાંચભાગમાંથી બીજાભાગના છેલ્લાસમયે સંવેક્રોધનો, ત્રીજાભાગના છેલ્લાસમયે સંવમાનનો, ચોથા ભાગના
” ૧૪૦