________________
ઉપશમશ્રેણીમાં જ્ઞાના૦૭ કર્મોનો પોતપોતાના બંધવચ્છેદ સમયે બમણો સ્થિતિબંધ થાય છે અને ઉપશમશ્રેણીથી પડતાં જે સમયે જ્ઞાના૦૭ કર્મોનો બંધ શરૂ થાય છે તે સમયે ક્ષપકથી ચારગુણો સ્થિતિબંધ થાય છે. એટલે ઉપશમશ્રેણીમાં ૧૧મા ગુણઠાણેથી જીવ પડીને ૧૦મા ગુણઠાણે આવે છે. ત્યારે શાના૦૬ કર્મોનો અને ૯મા ગુણઠાણે આવે છે. ત્યારે મોહનીયનો અજઘન્યસ્થિતિબંધ શરૂ કરે છે. ત્યારે અજઘન્યસ્થિતિબંધની સાદિ થાય છે. જે જીવે જ્ઞાના૦૭ કર્મોનું બંધવિચ્છેદસ્થાન પ્રાપ્ત નથી કર્યું તે જીવની અપેક્ષાએ અજઘન્યસ્થિતિબંધ અનાદિ છે. અભવ્યને યારેય જ્ઞાના૦૭ કર્મના અજઘન્યસ્થિતિબંધનો અંત આવવાનો નથી. એટલે અભવ્યની અપેક્ષાએ અજઘન્યસ્થિતિબંધ ધ્રુવ [અનંત] છે અને ભવ્યને ભવિષ્યમાં ક્યારેક શાના૦૭કર્મોના અજઘન્યસ્થિતિબંધનો અંત આવવાનો છે. એટલે ભવ્યની અપેક્ષાએ અજઘન્યસ્થિતિબંધ અધ્રુવ [સાંત] છે. મૂલ-૭ કર્મના જઘન્યસ્થિતિબંધમાં ભાંગા ઃ
ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણાના છેલ્લાસમયે મોહનીયનો જસ્થિતિબંધ થાય છે અને ૧૦મા ગુણઠાણાના છેલ્લાસમયે જ્ઞાનાવરણીયાદિ-૬ કર્મોનો જઘન્યસ્થિતિબંધ થાય છે. તે તે સમયે જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મોના જઘન્યસ્થિતિબંધની સાદિ થાય છે. ત્યાર પછી તે તે કર્મનો સ્થિતિબંધ જ થતો નથી. તેથી જઘન્યસ્થિતિબંધ અશ્રુવ[સાંત] છે. એ જઘન્યસ્થિતિબંધ એક જ સમય થતો હોવાથી અનાદિ કે અનંત [ધ્રુવ] ભાંગો ઘટતો નથી. મૂલ-૭ કર્મના ઉત્કૃષ્ટસ્થિતિબંધમાં ભાંગા :
મિથ્યાદષ્ટિપર્યાપ્તસંશી જ્યારે ઉસંકલેશથી જ્ઞાના૦૭ કર્મોનો ઉસ્થિતિબંધ શરૂ કરે છે. ત્યારે જ્ઞાના૦૭ કર્મના ઉ૰સ્થિતિબંધની સાદિ થાય છે અને જ્યારે ઉત્કૃષ્ટસ્થિતિબંધ પૂર્ણ થાય છે. ત્યારે જ્ઞાના૦૭નો ઉસ્થિતિબંધ અધ્રુવ [સાંત] છે.
ઉસ્થિતિબંધનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. એટલે કે ઉ∞સ્થિતિબંધ એકસમય, બે સમય........ વધુમાં
૧૩૮