________________
સ્થિતિબંધ છે અને સાદિ-અનાદિ- ધ્રુવ-અધ્રુવ એ-૪ પ્રકારે કાળના ભાંગા છે. આયુષ્ય વિના જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મનો અજઘન્યસ્થિતિબંધ૪ પ્રકારે છે અને બાકીના-૩ સ્થિતિબંધ ૨ પ્રકારે છે. તથા આયુષ્યના ચારેસ્થિતિબંધ- ૨ પ્રકારે છે.
વિવેચન :- સ્થિતિબંધ-૪ પ્રકારે છે. (૧) જઘન્યસ્થિતિબંધ (૨) અજઘન્યસ્થિતિબંધ (૩) ઉત્કૃષ્ટસ્થિતિબંધ (૪) અનુત્કૃષ્ટસ્થિતિબંધ.
કોઇપણ પ્રકૃતિનો સૌથી ઓછામાં ઓછો જે સ્થિતિબંધ થાય છે, તે જઘન્યસ્થિતિબંધ” કહેવાય. તેનાથી એક સમય અધિક, બે સમય અધિક, ત્રણસમય અધિક, એ રીતે, એક-એક સમય અધિક કરતાં કરતાં છેલ્લે ઉસ્થિતિબંધ સુધીના દરેક સ્થિતિબંધને “અજઘન્યસ્થિતિબંધ” કહે છે.
- કોઈપણ પ્રકૃતિનો સૌથી વધુમાં વધુ જે સ્થિતિબંધ થાય છે. તે “ઉત્કૃષ્ટસ્થિતિબંધ” કહેવાય. તેનાથી એક સમય ન્યૂન, બે સમય ન્યૂન, ત્રણ સમય ન્યૂન એ રીતે, એક-એક સમય ન્યૂન કરતાં કરતાં છેલ્લે જઘન્યસ્થિતિબંધ સુધીના દરેક સ્થિતિબંધને “અનુત્કૃષ્ટસ્થિતિબંધ” કહે છે. સાદ્યાદિ-૪ ભાંગા - (૧) જે બંધની શરૂઆત થાય છે, તે “સાદિબંધ” કહેવાય. (૨) જે બંધ અનાદિકાળથી ચાલુ છે, તે “અનાદિબંધ” કહેવાય. (૩) જે બંધ અનાદિકાળથી ચાલુ છે અને અભિવ્યની અપેક્ષાએ ભવિષ્યમાં
કયારેય પણ નાશ પામવાનો નથી, તે “ધ્રુવબંધ” કહેવાય. (૪) જે બંધ ભવિષ્યકાળમાં અવશ્ય નાશ પામવાનો છે, તે “અધ્રુવબંધ”
કહેવાય. મૂલ-૭ કર્મના અજઘન્યસ્થિતિબંધમાં ભાંગા :
ક્ષપકશ્રેણીમાં જ્ઞાનાવરણીયાદિ-કર્મોનો પોતપોતાના બંધવિચ્છેદ સમયે જઘન્યસ્થિતિબંધ થાય છે. તે સિવાયના દરેક સ્થિતિબંધો અજઘન્ય છે ઉપશમશ્રેણીમાં પણ જ્ઞાના૦૭કર્મોનો પોતપોતાના બંધવિચ્છેદ સમયે અજઘન્યસ્થિતિબંધ થાય છે. કારણ કે ક્ષપકશ્રેણીમાં જ્ઞાના૦૭કર્મોનો પોતપોતાના બંધવિચ્છેદસમયે જેટલો સ્થિતિબંધ થાય છે. તેના કરતાં