________________
છેલ્લાસમયે સંવેમાયાનો અને પાંચમાભાગના છેલ્લાસમયે સંવેલોભનો જઘન્યસ્થિતિબંધ થાય છે અને ક્ષપકશ્રેણીમાં ૧૦મા ગુણઠાણાના છેલ્લાસમયે જ્ઞાના૦૫, દર્શના૦૪, અંત૦પનો જવસ્થિતિબંધ થાય છે. તે વખતે તે પ્રકૃતિના જસ્થિતિબંધની સાદિ થાય છે ત્યારપછીના સમયે સ્થિતિબંધ જ થતો નથી એટલે જઘન્યસ્થિતિબંધ અધ્રુવ [સાંતડે છે. તેથી તે પ્રકૃતિનો જસ્થિતિબંધ સાદિ-અધ્રુવ જ છે.
મિથ્યાદષ્ટિસંશી જયારે ઉસંક્લેશથી સંજવલનકષાયાદિ-૧૮ પ્રકૃતિનો ઉસ્થિતિબંધ શરૂ કરે છે. ત્યારે તે પ્રકૃતિના ઉoસ્થિતિબંધની સાદિ થાય છે અને જ્યારે ઉસ્થિતિબંધ પૂર્ણ થાય છે. ત્યારે તે પ્રકૃતિનો ઉસ્થિતિબંધ અધ્રુવ થાય છે. પછી અનુત્કૃષ્ટસ્થિતિબંધ શરૂ કરે છે. ત્યારે તે પ્રકૃતિના અનુત્કૃષ્ટસ્થિતિબંધની સાદિ થાય છે. ફરી-વાર કાલાન્તરે . ઉસંકલેશ આવી જવાથી તે ૧૮ પ્રકૃતિનો ઉ0સ્થિતિબંધ થાય છે. ત્યારે અનુત્કૃષ્ટસ્થિતિબંધનો અંત આવે છે. એટલે અનુત્કૃષ્ટ-સ્થિતિબંધ અધ્રુવ થાય છે. એ રીતે, તે બન્ને સ્થિતિબંધ વારાફરતી બદલાયા કરે છે. તેથી તે પ્રકૃતિના તે બન્ને સ્થિતિબંધ સાદિ-અધ્રુવ જ છે.
જ્યારે બાદરપર્યાપ્તાએ કેન્દ્રિયજીવો તદ્યોગ્યવિશુદ્ધ પરિણામથી નિદ્રાપંચક, મિથ્યાત્વ, પહેલા૧રકષાય, ભય-જુગુપ્સા, તૈજસ, કાર્મણ, વર્ણાદિચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ એ ૨૯ પ્રકૃતિનો જઘન્યસ્થિતિબંધ કરે છે ત્યારે તે પ્રકૃતિના જસ્થિતિબંધની સાદિ થાય છે અને જસ્થિતિબંધ પૂર્ણ થાય છે. ત્યારે તે પ્રકૃતિનો જઘન્યસ્થિતિબંધ અધૂવ થાય છે. પછી અજઘન્યસ્થિતિબંધ શરૂ થાય છે. તે વખતે તે ૨૯ પ્રકૃતિના અજઘન્યસ્થિતિબંધની સાદિ થાય છે. ફરીવાર કાલાન્તરે બાદરપર્યાપ્તાએકેન્દ્રિયો તદ્યોગ્યવિશુદ્ધિથી તે ૨૯ પ્રકૃતિનો જ સ્થિતિબંધ કરે છે. ત્યારે તે પ્રકૃતિના અજઘન્યસ્થિતિબંધનો અંત આવે છે. એટલે અજઘન્યસ્થિતિબંધ અધુવ થાય છે. એ રીતે, ૨૯ પ્રકૃતિના તે બન્ને સ્થિતિબંધ વારાફરતી થતા હોવાથી સાદિ-અધુવ જ છે.