________________
હોવા છતાં પણ મનુષ્યાયુનો ઉસ્થિતિબંધ થતો નથી. કારણ કે ચોથાગુણઠાણે દેવ-નારકો જ મનુષ્યાયુને બાંધે છે અને દેવ-નારકો મરીને સંખ્યાતવર્ષના આયુષ્યવાળા અયુગલિકમનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. એટલે સમ્યગ્દષ્ટિ દેવ-નારકો સંખ્યાતવર્ષનું મનુષ્યાય બાંધે છે. અસંખ્યાતવર્ષનું યુગલિકમનુષ્પાયુને બાંધતા નથી. તેથી ચોથાગુણઠાણે મનુષ્યાયુનો મધ્યમ સ્થિતિબંધ થાય છે. ઉ0સ્થિતિબંધ થતો નથી.
સાસ્વાદનસમ્યગ્દષ્ટિજીવો મનુષ્યા, અને તિર્યંચાયુનો ઉ0સ્થિતિબંધ કરી શકતા નથી. કારણકે મિથ્યાત્વની સન્મુખ થયેલા સાસ્વાદનસમ્યત્વી કરતાં સમ્યકત્વની સન્મુખ થયેલા મિથ્યાદૃષ્ટિજીવોનો પરિણામ વધારે વિશુદ્ધ હોય છે. તેથી મિથ્યાદષ્ટિજીવો તે આયુષ્યના ઉસ્થિતિબંધને યોગ્ય વિશુદ્ધિથી મનુષ્યા, અને તિર્યંચાયુનો ઉ0સ્થિતિબંધ કરે છે. વિકલેન્દ્રિયત્રિકાદિ-૧૮પ્રકૃતિના ઉ0સ્થિતિબંધના સ્વામી :विगलसुहुमाउगतिगं, तिरिमणुआ सुरविउव्विनिरयदुगं । एगिंदिथावरायव, आईसाणा सुरुक्कोसं ॥ ४३॥ विकलसूक्ष्मायुस्त्रिकं तिर्यङ्-मनुष्याः सुरवैक्रियनरकद्विकम् । एकेन्द्रियस्थावरातपस्य, आ ईशानात् सुरा उत्कृष्टाम् ॥४३ ।।
ગાથાર્થ - વિકસેન્દ્રિયત્રિક, સૂક્ષ્મત્રિક, આયુષ્યત્રિક, દેવદ્રિક, વૈક્રિયદ્ધિક અને નરકદ્ધિક એ-૧૫ પ્રકૃતિનો ઉસ્થિતિબંધ તિર્યચ-મનુષ્યો જ કરે છે અને એકેન્દ્રિય-સ્થાવર-આતપ એ-૩ પ્રકૃતિનો ઉસ્થિતિબંધ ઇશાનદેવલોક સુધીના દેવો જ કરે છે.
વિવેચન - મિથ્યાદૃષ્ટિ પર્યાપ્તસંજ્ઞાતિર્યંચ-મનુષ્યો વિકસેન્દ્રિયત્રિક અને સૂક્ષ્મત્રિકના ઉસ્થિતિબંધને યોગ્ય સંક્લેશથી વિકલેન્દ્રિયત્રિક અને સૂક્ષ્મત્રિકનો ૧૮ કોકોસાઇ પ્રમાણ ઉસ્થિતિબંધ કરે છે. કારણ કે દેવનારકો મરીને વિકસેન્દ્રિયમાં, સૂક્ષ્મએકેન્દ્રિયમાં, સાધારણવનસ્પતિમાં અને લબ્ધિ-અપર્યાપ્તામાં ઉત્પન્ન થતા નથી. તેથી દેવ-નારકો વિકસેન્દ્રિયત્રિક અને સૂક્ષ્મત્રિકને બાંધતા નથી. એટલે વિકસેન્દ્રિયત્રિક અને સૂક્ષ્મત્રિકના ઉસ્થિતિબંધના સ્વામી “તિર્યંચ-મનુષ્યો” કહ્યાં છે.
૮ ૧૨૩