________________
અબાધામાંથી એક-એક સમય ઓછો થવાથી મધ્યમસ્થિતિબંધ થાય છે. તેથી ત્રીજાભાગના પહેલા સમયે જ ઉત્કૃષ્ટસ્થિતિબંધ કહ્યો છે.
પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા મિથ્યાત્વી પર્યાપ્તસંજ્ઞીતિર્યંચ-મનુષ્યો પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજાભાગના પ્રથમસમયે તદ્યોગ્યસંકિલષ્ટ પરિણામથી નરકાયુનો પૂર્વક્રોડવર્ષના ત્રીજાભાગસહિત૩૩ સાગરોપમપ્રમાણ ઉસ્થિતિબંધ કરે છે.
દેવ-નારકો મરીને નારક થતા નથી તેથી દેવ-નારકો નરકાયુને બાંધતા નથી અને યુગલિક તિર્યંચ-મનુષ્ય મરીને દેવમાં જ ઉત્પન્ન થાય છે. તેથી તે દેવાયુને જ બાંધે છે નરકાયુને બાંધતા નથી. તેથી નરકાયુના ઉસ્થિતિબંધના સ્વામી અયુગલિક “તિર્યંચ-મનુષ્યો” જ કહ્યાં છે.
આયુષ્યકર્મ ઘોલના પરિણામે જ બંધાય છે. અતિસંકિલષ્ટ કે અતિવિશુદ્ધ પરિણામે બંધાતું નથી. તેથી મનુષ્યા, અને તિર્યંચાયુનો ઉસ્થિતિબંધ “તદ્યોગ્ય વિશુદ્ધ પરિણામે” અને નરકાયુનો ઉસ્થિતિબંધ “તદ્યોગ્યસંકિલષ્ટ પરિણામે” કહ્યો છે. એકેન્દ્રિયાદિ-૩ ના ઉoસ્થિતિબંધના સ્વામી -
મિથ્યાદષ્ટિ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, સૌધર્મ અને ઇશાનદેવો ઉસંક્લેશથી (૧) એકેન્દ્રિય (૨) સ્થાવર અને (૩) આતપનો ૨૦કો - કોસાઇ પ્રમાણ ઉસ્થિતિબંધ કરે છે. કારણ કે ચિત્રનં૦પમાં બતાવ્યા મુજબ તિર્યંચ-મનુષ્યો એકેન્દ્રિયપ્રાયોગ્યપ્રકૃતિનો ૧૮કો કોસાઇ પ્રમાણ મધ્યમસ્થિતિબંધ કરી શકે છે. ત્યાર પછીના સ્થિતિસ્થાનોમાં રહેલા તિર્યંચમનુષ્યો સમયાધિક ૧૮કોકોસાથી ૨૦કોકોસા૦ સુધી નરકમાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે. તિર્યંચપ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધી શકતા નથી. તેથી એકેન્દ્રિયાદિ-૩ પ્રકૃતિના ઉસ્થિતિબંધના સ્વામી તિર્યંચ-મનુષ્યો નથી.
સનત્ કુમારાદિ દેવ-નારકોને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાનું હોતું નથી. તેથી તે દેવ-નારકો એકેન્દ્રિયપ્રાયોગ્યપ્રકૃતિઓ બાંધતા નથી. એટલે ઇશાનસુધીના દેવો જ એકેન્દ્રિયપ્રાયોગ્યપ્રકૃતિનો ઉસ્થિતિબંધ કરે છે. તેથી એકેન્દ્રિયાદિ-૩ પ્રકૃતિના ઉસ્થિતિબંધના સ્વામી ઇશાનસુધીના દેવો કહ્યાં છે.
૧૨૭