________________
ચિત્રનં૦૬માં બતાવ્યા મુજબ મિથ્યાત્વગુણઠાણામાં રહેલા ભવનપતિથી ઇશાનસુધીના દેવો અસત્કલ્પનાથી.....
→ ૨૨થી૨૪ સ્થિતિસ્થાન સુધી અતિવિશુદ્ધિથી મનુષ્યપ્રાયોગ્ય પ્રકૃતિનો અંતઃકોકોસાળ સ્થિતિબંધ કરે છે.
→ ૨૧થી૬ સ્થિતિસ્થાન સુધી સ્વપરિણામાનુસારે એકેપ્રાયોગ્ય કે સંજ્ઞીતિર્યંચપ્રાયોગ્ય કે મનુષ્યપ્રાયોગ્યનો ક્રમશઃ અંતઃકોકોસાથી ૧પકોકોસા૦ સ્થિતિબંધ કરે છે. ત્યારપછીના સ્થિતિસ્થાનોમાં સંક્લિષ્ટતા વધી જવાથી મનુષ્યપ્રાયોગ્યપ્રકૃતિ બંધાતી નથી એટલે..
→ ૫ થી૩ સ્થિતિસ્થાન સુધી સ્વપરિણામાનુસારે એકેપ્રાયોગ્ય કે સંજ્ઞીતિર્યંચપ્રાયોગ્ય પ્રકૃતિનો ક્રમશઃ સમયાધિક ૧૫કોકોસાથી
૧૮કો૦કોસા૦ સ્થિતિબંધ કરે છે. ત્યારપછીના સ્થિતિસ્થાનોમાં રહેલા ઇશાનસુધીના દેવોને સંક્લિષ્ટતા વધી જવાથી સંજ્ઞીતિર્યંચપ્રાયોગ્ય પ્રકૃતિ બાંધી શકતા નથી એટલે..
→ ૨ થી ૧લા સ્થિતિસ્થાન સુધી એકેન્દ્રિયપ્રાયોગ્ય પ્રકૃતિનો સમયાધિક ૧૮કોકોસાથી ૨૦કોકોસાળ સ્થિતિબંધ કરે છે. તેમાં પણ અતિસંક્લિષ્ટપરિણામ ૧લા સ્થિતિસ્થાને જ હોય છે. બીજાસ્થિતિસ્થાને ન હોય. એટલે.. ચિત્રનં૦૬માં બતાવ્યા મુજબ ૧લા ઉ૦સ્થિતિસ્થાને રહેલા ઇશાનસુધીના દેવો ઉ×ક્લેશથી એકેન્દ્રિય-સ્થાવર-આતપનો
ઉસ્થિતિબંધ કરે છે.
ઉસ્થિતિબંધ અને જળસ્થિતિબંધના સ્વામી :
तिरिउरलदुगुज्जोयं, छिवट्ठ सुरनिरय सेस चउगइया । आहारजिणमपुव्वो, नियट्टिसंजलण पुरिस लहुं ॥ ४४ ॥ तिर्यगौदारिकोद्योतम्, सेवार्तं सुरनारकाः शेषाणां चतुर्गतिकाः । आहारजिनमपूर्वोऽनिवृत्तिः, सञ्चलनपुरुषस्य लघुम् ॥४४॥
ગાર્થાર્થ :- તિર્યંચદ્ધિક, ઔદારિકદ્ધિક, ઉદ્યોત, છેવદું, એ-૬ પ્રકૃતિનો ઉ∞સ્થિતિબંધ દેવ-નારકો જ કરે છે. બાકીની પ્રકૃતિનો ઉ૦સ્થિતિબંધ ચારેગતિના મિથ્યાર્દષ્ટિજીવો કરે છે. આહારકદ્ધિક અને જિનનામનો જઘન્યસ્થિતિબંધ અપૂર્વકરણગુણઠાણાવાળા જીવો કરે છે અને સંજ્વલનચતુષ્ક તથા પુરુષવેદનો જઘન્યસ્થિતિબંધ અનિવૃત્તિગુણઠાણાવાળા જીવો કરે છે.
૧૨૮