________________
ઉસ્થિતિબંધને યોગ્ય સંક્લિષ્ટતા હોતી નથી. તેથી પ્રમત્તની સન્મુખ થયેલા અપ્રમત્તમુનિને અપ્રમત્તગુણઠાણાના છેલ્લાસમયે જ આહારકઠિકના ઉ૦સ્થિતિબંધને યોગ્ય સંક્લેશ હોય છે. એટલે પ્રમત્તની સન્મુખ થયેલો અપ્રમત્તયતિ જ આહારકદ્ધિકનો ઉ5સ્થિતિબંધ કરે છે. દેવાયુના ઉસ્થિતિબંધના સ્વામી :
પ્રમત્તગુણઠાણાનું અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે અપ્રમત્તની સન્મુખ થયેલા પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા પ્રમત્ત સંયમીને પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજાભાગના પ્રથમ સમયે ચિત્રનં૦૬મા બતાવ્યા મુજબ અસત્ કલ્પનાથી ૪૧મા સ્થિતિસ્થાને રહેલા પ્રમત્તસંયમી દેવાયુના ઉ0સ્થિતિબંધને યોગ્ય વિશુદ્ધિથી દેવાયુનો ઉસ્થિતિબંધ કરે છે. પછી તે જીવ દેવાયુને બાંધતો બાંધતો અપ્રમત્તગુણઠાણે પણ જઈ શકે છે. તેથી અપ્રમત્તગુણઠાણે પણ દેવાયુનો બંધ હોય છે.
શંકા :- જો દેવાયુનો ઉસ્થિતિબંધ ઉત્કૃષ્ટવિશુદ્ધિથી થાય છે. તો અપ્રમત્તગુણઠાણે ઉત્કૃષ્ટવિશુદ્ધિથી ઉસ્થિતિબંધ કેમ ન કહ્યો ?
સમાધાનઃ- અપ્રમત્તગુણઠાણે તથા સ્વભાવે જ આયુષ્યનો બંધ શરૂ થતો નથી. પણ કોઈક પ્રમત્તસંયમી દેવાયુને બાંધતો બાંધતો અપ્રમત્તે આવી શકે છે. તેથી અપ્રમત્તગુણઠાણે દેવાયુનો બંધ હોય છે. પણ દેવાયુનો ઉ૦સ્થિતિબંધ થતો નથી. કારણ કે પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો પ્રમત્તસંયમી પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજાભાગના પ્રથમ સમયે દેવાયુને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે બંધના પ્રથમ સમયે જ દેવાયુનો પૂર્વક્રોડવર્ષનો ત્રીજોભાગ અધિક ૩૩સાગરોપમ પ્રમાણ ઉસ્થિતિબંધ થાય છે. પછી બીજા સમયે સમયગૂન પૂર્વક્રોડવર્ષનો ત્રીજો ભાગ અધિક ૩૩ સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે. એ રીતે, બંધના દ્વિતીયાદિ સમયે અબાધામાંથી એક-એક સમય ઓછો થવાથી મધ્યમસ્થિતિબંધ થાય છે. તેથી જે પ્રમત્તસંયમી દેવાયુને બાંધતો બાંધતો અપ્રમત્તે જાય છે. તે દેવાયુનો મધ્યમસ્થિતિબંધ કરી શકે છે. પણ ઉસ્થિતિબંધ કરી શકતો નથી એટલે અપ્રમત્તગુણઠાણે ઉ0વિશુદ્ધિ હોવા છતાં પણ દેવાયુનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ થતો નથી.
જ ૧૨૧