________________
પણ જિનનામના ઉ0સ્થિતિબંધને યોગ્ય સંક્લિષ્ટતા હોતી નથી. તેથી ચોથા ગુણઠાણાના છેલ્લાસમયે જ જિનનામના ઉસ્થિતિબંધને યોગ્ય સંક્લેશ હોય છે એટલે જિનનામની ઉ0સ્થિતિને બાંધનારો “ચોથાગુણઠાણાના છેલ્લા સમયે રહેલો અવિરતસમ્યકત્વી” કહ્યો છે.
તિર્યંચો ભવનિમિત્તે જ જિનનામને બાંધતા નથી અને દેવ-નારકો જિનનામને બાંધે છે પણ તે જીવોને સમ્યકત્વ છોડીને મિથ્યાત્વે આવવાનું ન હોવાથી મિથ્યાત્વની સન્મુખ થતા નથી એટલે જિનનામના ઉ0સ્થિતિબંધને યોગ્ય સંકુલેશ ન આવવાથી જિનનામની ઉસ્થિતિને બાંધતા નથી. તેથી જિનનામની ઉ0સ્થિતિને બાંધનારો “મનુષ્ય” કહ્યો છે.
શ્રેણીકરાજાની જેમ નરકા, બાંધ્યા પછી ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કર્યું હોય એવા મનુષ્યને સમ્યકત્વ સહિત નરકમાં જવાનું હોવાથી મિથ્યાત્વની સન્મુખ થવાનું હોતું નથી. તેથી તે મનુષ્યને જિનનામના ઉ0સ્થિતિબંધને યોગ્ય સંકલેશ ન આવવાથી જિનનામનો ઉOસ્થિતિબંધ થતો નથી. તેથી જિનનામની ઉસ્થિતિનો બંધક. “મિથ્યાત્વાભિમુખી” કહ્યો છે.
કોઇપણ મનુષ્ય નરકાયુને બાંધ્યા પછી કાલાન્તરે જિનનામને બાંધી શકે છે પણ જિનનામને બાંધ્યા પછી નરકાયુને બાંધી શકતો નથી. તેથી જિનનામકર્મની ઉસ્થિતિનો બંધક “પૂર્વે નરકાયુને બાંધનારો મનુષ્ય” કહ્યો છે. આહારકદ્ધિકના ઉસ્થિતિબંધના સ્વામી :
ચિત્રનં૦૪માં બતાવ્યા મુજબ ઉપરના ગુણઠાણાથી નીચેના ગુણઠાણા તરફ આવી રહેલા અપ્રમત્તસંયમીને સંકિલષ્ટતા વધતી જવાના કારણે સ્થિતિબંધ વધતો જાય છે. તેથી પ્રમત્તગુણઠાણાની સન્મુખ થયેલા ચિત્રનં૦૪માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી અપ્રમત્તગુણઠાણાના છેલ્લાસમયે=૪૪મા સ્થિતિસ્થાને રહેલા અપ્રમત્તમુનિ આહારકદ્વિકના ઉ0સ્થિતિબંધને યોગ્ય સંક્લેશથી આહારકટ્રિકનો ઉસ્થિતિબંધ કરે છે.
આહારકદ્વિકના બંધને યોગ્ય સૌથી વધુ સંકિલષ્ટપરિણામ ૪૪મા સ્થિતિસ્થાને જ હોય છે. કારણ કે ત્યાંથી નીચે આવતાં સંકિલષ્ટતા વધે છે. પણ આહારકદ્વિકનો બંધ હોતો નથી. અને ૪૪મા સ્થિતિસ્થાનની ઉપરના ૪૫મા વગેરે સ્થિતિસ્થાને આહારકદ્ધિકનો બંધ હોય છે. પણ આહારકઠિકના
( ૧૨૦