________________
જઘન્યસ્થિતિબંધ દેવાયુ જેટલો ૧૦૦૦૦ વર્ષ હોય છે અને આહારકદ્વિકનો જઘન્યસ્થિતિબંધ અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે.
વિવેચનઃ દરેક ઉત્તરપ્રકૃતિના જસ્થિતિબંધમાં અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્યઅબાધા હોય છે. દાત) મતિજ્ઞાનાવરણીયાદિ-૫ ના અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્યસ્થિતિબંધમાં અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્યઅબાધા હોય છે.
આયુષ્યકર્મના ઉત્કૃષ્ટસ્થિતિબંધમાં ઉત્કૃષ્ટઅબાધા હોય છે અને જધન્યઅબાધા પણ હોય છે. તથા આયુષ્યના જઘન્યસ્થિતિબંધમાં જઘન્યઅબાધા હોય છે અને ઉત્કૃષ્ટઅબાધા પણ હોય છે.
જેમકે, (૧) પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો જે પ્રમત્ત સંયમી મહાત્મા પોતાના આયુષ્યના એભાગ ગયા પછી ત્રીજોભાગ બાકી રહે છે. ત્યારે પરભવનું ૩૩ સાગરોપમનું દેવાયુ બાંધે છે. તેને ૩૩ સાગરોપમ ઉસ્થિતિબંધ પૂર્વક્રોડવર્ષના ત્રીજા ભાગ પ્રમાણ ઉOઅબાધા હોય છે.
(૨) જે તિર્યંચ-મનુષ્ય પોતાનું આયુષ્ય અંતર્મુહૂર્ત જ બાકી રહે છે. ત્યારે પરભવનું ૩૩ સાગરોપમનું નરકા, બાંધે છે. તેને ૩૩ સાગરોપમ પ્રમાણ ઉસ્થિતિબંધ અંતર્મુહૂર્તપ્રમાણ જOઅબાધા હોય છે.
(૩) પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો જે તિર્યંચ-મનુષ્ય પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજો ભાગ બાકી રહે છે. ત્યારે પરભવનું અંતર્મુહૂર્ત જ આયુષ્ય બાંધે છે. તેને અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્યસ્થિતિબંધ પૂર્વકોડવર્ષના ત્રીજાભાગ જેટલી ઉત્કૃષ્ટઅબાધા હોય છે.
(૪) જે તિર્યચ-મનુષ્ય પોતાનું અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય બાકી રહે છે ત્યારે પરભવનું અંતર્મુહૂર્ત પ્રમાણ આયુષ્ય બાંધે છે. તેને અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્યસ્થિતિબંધે અંતર્મુહૂર્તપ્રમાણ જઘન્યઅબાધા હોય છે. એ રીતે, આયુષ્યકર્મમાં અબાધાની ચતુર્ભગી થાય છે. મતાંતર :
પંચસંગ્રહમાં જિનનામની જઘન્યસ્થિતિ ૧0000 વર્ષ પ્રમાણ અને આહારકદ્ધિકની જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ કહી છે.
૧૧૩