________________
નરકદ્ધિક, નીચગોત્ર, તૈજસપંચક, અસ્થિરષક, ત્રસચતુષ્ક, સ્થાવર, એકેન્દ્રિયજાતિ, પંચેન્દ્રિયજાતિ નપુંસકવેદ, અશુભવિહાયોગતિ, ઉચ્છવાસચતુષ્ક, ગુરુ, કર્કશ, રૂક્ષ, શીત અને દુર્ગધનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૨૦ કોડાકોડી સાગરોપમ થાય છે અને તે દરેક કર્મોની અબાધા પણ એટલા ૧૦૦ વર્ષની છે.
વિવેચન :- શુભવિહાયોગતિ, ઉચ્ચગોત્ર, દેવદ્ધિક, સ્થિરષક, પુરુષવેદ અને હાસ્ય-રતિ એ-૧૩ની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૦ કોડાકોડીસાગરોપમ બંધાય છે. તે દરેકનો અબાધાકાળ ૧૦૦૦ વર્ષ છે અને નિષેકકાળ ૧૦૦૦ વર્ષન્યૂન ૧૦ કોડાકોડીસાગરોપમ છે. મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦ કોડાકોડીસાગરોપમ બંધાય છે. તેનો અબાધાકાળ ૭૦૦૦ વર્ષ છે અને નિષેકકાળ ૭૦૦૦ વર્ષન્યૂન ૭૦ કોડાકોડીસાગરોપમ છે. મનુષ્યદ્ધિક, સ્ત્રીવેદ અને શાતાની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૫ કોડાકોડીસાગરોપમ બંધાય છે. તે દરેકનો અબાધાકાળ ૧૫૦૦ વર્ષ છે અને નિષેકકાળ ૧૫૦૦ વર્ષન્યૂન ૧૫ કોટકોવસાવે છે.
ભય-જુગુપ્સા, અરતિ-શોક, વૈક્રિયદ્ધિક, તિર્યંચદ્ધિક, ઐદારિકદ્વિક, નરકદ્ધિક, નીચગોત્ર, તૈજસશરીર, કાર્મણશરીર, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, અસ્થિરષ૭, ત્રણચતુષ્ક, સ્થાવર, એકેન્દ્રિયજાતિ, પંચેન્દ્રિયજાતિ, નપુંસકવેદ, અશુભવિહાયોગતિ, ઉચ્છવાસ, ઉદ્યોત, તપ, પરાઘાત, ગુરુ, કર્કશ, રૂક્ષ, શીત, દુર્ગધ એ-૪ર પ્રકૃતિની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ કોડાકોડીસાગરોપમ બંધાય છે. તે દરેકનો અબાધાકાળ ૨૦૦૦ વર્ષ છે અને નિષેકકાળ ૨૦૦૦ વર્ષન્યૂન ૨૦કોકોકસાવે છે.
ઔદારિકાદિ-૪ શરીરની જેમ ઔદારિકાદિ-૪ બંધન અને દારિકાદિ-૪ સંઘાતનની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦કોકોસાળ બંધાય છે. તે દરેકનો અબાધાકાળ ૨૦૦૦ વર્ષ છે અને નિષેકકાળ ૨૦૦૦ વર્ષન્યૂન ૨૦કોઇકોવસાવે છે.
શંકા - ઉત્કૃષ્ટસ્થિતિબંધમાં ઉત્કૃષ્ટઅબાધા અને જઘન્યસ્થિતિબંધમાં જઘન્યઅબાધા કહી છે. તો મધ્યમસ્થિતિબંધમાં કેટલી અબાધા હોય ?