________________
ગાથાર્થ - એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડવર્ષનું આયુષ્ય બાંધે છે. અસંજ્ઞીપંચેન્દ્રિયો ઉત્કૃષ્ટથી ચારે આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલું બાંધે છે.
નિરુપક્રમઆયુષ્યવાળા જીવોને આયુષ્યની અબાધા છમાસ જેટલી હોય છે અને બાકીના જીવોને પોતાના ભવના ત્રીજાભાગ જેટલી હોય છે.
વિવેચન :- એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય મરીને સંખ્યાતવર્ષના આયુષ્યવાળા તિર્યચ-મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. દેવ-નરકમાં ઉત્પન્ન થતા નથી. અને સંખ્યાતવર્ષના આયુષ્યવાળા તિર્યંચ-મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડવર્ષ જ છે. તેથી એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય પરભવાયુનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ પૂર્વક્રોડવર્ષ જ કરી શકે છે.
અસંજ્ઞીપંચેન્દ્રિય મરીને ચારગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે જીવો ચારેગતિનું આયુષ્ય બાંધી શકે છે. પણ તેઓ યુગલિક તિર્યંચમનુષ્યમાં પ૬ અંતર્લીપ સુધી જ જઈ શકે છે. ત્યાં યુગલિકનું આયુષ્ય ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમાભાગ જેટલું જ હોય છે. તેથી તે જીવો તિર્યંચ-મનુષ્યનું આયુષ્ય ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમાભાગ જેટલું જ બાંધી શકે છે અને તે જીવો ભવનપતિ-વ્યંતર કે પહેલી નરકના ત્રીજા પ્રતર સુધી જ જઈ શકે છે. તેથી તે જીવો દેવ-નરકનું આયુષ્ય ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમાભાગ જેટલું જ બાંધી શકે છે. આયુષ્યની અબાધા :
અસંખ્યાતવર્ષના નિરુપક્રમી આયુષ્યવાળા દેવ-નારકો અને યુગલિક તિર્યંચ-મનુષ્યો પોતાનું છેમાસનું આયુષ્ય બાકી રહે છે. ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તેથી તે જીવોને પરભવાયુની અબાધા છમાસની હોય છે. (૧૯) કેટલાક આચાર્યભગવંતનું એવું માનવું છે કે, યુગલિકો પોતાના ચાલુભવનું
પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલું આયુષ્ય બાકી રહે છે. ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તેથી તે જીવોને પરભવાયુની અબાધા પલ્યોપમના અસંખ્યાતમાભાગ જેટલી હોય છે. [પંચસંગ્રહ કાર-૫ ગાથાનં૦૩૯].