________________
એ રીતે, ઉત્કૃષ્ટસ્થિતિબંધમાંથી એક-એક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો થાય છે. તેમ તેમ ઉત્કૃષ્ટઅબાધામાંથી એક એક સમય ઓછો થવાથી જઘન્યસ્થિતિબંધે જઘન્યઅબાધા આવી જાય છે. અસત્કલ્પનાથી જઘન્ય અબાધા = ૧૦ સમય..
ઉત્કૃષ્ટઅબાધા = ૧૦૦ સમય. પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ = ૧૦૦૦ સમય.. અંત:કોડાકોડીસાપ્રમાણ જઘન્યસ્થિતિબંધ= ૧૦૦૦૦ સમય..
ઉત્કૃષ્ટસ્થિતિબંધ = ૧૦૦૦૦૦ સમય. માનવામાં આવે, તો ૧૦૦૦૦૦ સમયરૂપ ઉત્કૃષ્ટસ્થિતિબંધથી માંડીને ૯૯૭૦૧ સમય સુધીના દરેક સ્થિતિબંધમાં ૧OO સમય પ્રમાણ ઉત્કૃષ્ટઅબાધા હોય છે. પલ્યોપમનો અસંખ્યાતમોભાગનૂન ઉસ્થિતિબંધ= ૯૯૦૦૦ સમય પ્રમાણ સ્થિતિબંધથી માંડીને ૯૮૦૦૧ સમયપ્રમાણ સ્થિતિબંધ સુધીના દરેક સ્થિતિબંધમાં એક સમયજૂન ઉત્કૃષ્ટઅબાધા=૯૯ સમયની અબાધા હોય છે. બે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન ઉસ્થિતિબંધ=૯૮OOO સમયથી માંડીને ૯૭૦૦૧ સમય સુધીના દરેક સ્થિતિબંધમાં બે સમયજૂન ઉ૦આબાધા=૯૮ સમયની અબાધા હોય છે.
એ જ રીતે, આગળ વધતા વધતા ૧૧૦૦૦ સમય પ્રમાણ સ્થિતિબંધથી માંડીને ૧૦૦૦૧ સમય સુધીના દરેક સ્થિતિબંધમાં સમયાધિકજઘન્ય અબાધા=૧૧ સમયની અબાધા હોય છે અને ૧OOOO સમય પ્રમાણ જઘન્યસ્થિતિબંધમાં ૧૦ સમય પ્રમાણ જઘન્યઅબાધા હોય છે. તીર્થંકર નામકર્મ અને આહારકદ્ધિકનો ઉ0સ્થિતિબંધ :गुरु कोडिकोडि अंतो तित्थाहाराण भिन्नमुहुबाहा । लहु ठिइ संखगुणूणा नरतिरियाणाउ पल्लतिगं ॥ ३३॥ गुरुः कोटीकोट्यन्तः, तीर्थाहारकाणां भिन्नमुहूर्तमबाधा । लघुस्थितिः सङ्ख्यगुणोना नरतिरश्चामायुषोः पल्यत्रिकम् ॥ ३३ ॥ ગાથાર્થ - તીર્થકર નામકર્મ અને આહારકદ્ધિકનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ
८८