________________
સમાધાનઃ- મધ્યમ સ્થિતિબંધ અસંખ્ય પ્રકારે છે. કારણકે
સમયન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ, બે સમયન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ, ત્રણસમયન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ.....એ રીતે, ઉત્કૃષ્ટસ્થિતિબંધમાંથી એક એક સમય ઓછો કરતાં કરતાં સમયાધિક જઘન્યસ્થિતિબંધ સુધીના જેટલા સમયો થાય તેટલા મધ્યમસ્થિતિબંધ થાય. એ જ રીતે, ઉત્કૃષ્ટ અબાધામાંથી એક એક સમય ઓછો કરતાં કરતાં સમયાધિકજઘન્ય અબાધા સુધીના જેટલા સમયો થાય તેટલી મધ્યમ અબાધા થાય. તેથી મધ્યમ અબાધા પણ અસંખ્ય પ્રકારે છે.
આયુષ્ય વિના કોઇપણ કર્મમાં ઉત્કૃષ્ટસ્થિતિબંધ ઉત્કૃષ્ટઅબાધા હોય છે. સમયન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધમાં પણ ઉત્કૃષ્ટઅબાધા હોય છે. બે સમયન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધમાં પણ ઉત્કૃષ્ટઅબાધા હોય છે. ત્રણ સમયન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધમાં પણ ઉત્કૃષ્ટઅબાધા હોય છે. એ રીતે, જ્યાં સુધી પલ્યોપમનો અસંખ્યાતમોભાગનૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ ન થાય ત્યાં સુધી ઉત્કૃષ્ટઅબાધા હોય છે. જ્યારે પલ્યોપમનો અસંખ્યાતમોભાગ ન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ થાય ત્યારે એક સમયન્યૂન ઉત્કૃષ્ટઅબાધા હોય છે. સમયાધિકપલ્યોપમનો અસંખ્યાતમોભાગન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધમાં પણ એક સમયન્યૂન ઉત્કૃષ્ટઅબાધા હોય છે. બે સમયાધિકપલ્યોપમનો અસંખ્યાતમોભાગન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધમાં પણ એક સમયન્સૂન ઉત્કૃષ્ટઅબાધા હોય છે. ત્રણસમયાધિકપલ્યોપમનો અસંખ્યાતમોભાગન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધમાં પણ એક સમયન્યૂન ઉત્કૃષ્ટઅબાધા હોય છે. એ રીતે, જ્યાં સુધી બે પલ્યોપમના અસંખ્યાતમા ભાગન્યૂન ઉસ્થિતિબંધ ન થાય ત્યાં સુધી એક સમયન્યૂન ઉત્કૃષ્ટઅબાધા હોય છે. જ્યારે બે પલ્યોપમના અસંખ્યાતમાભાગન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ થાય ત્યારે બે સમયન્યૂન ઉત્કૃષ્ટઅબાધા હોય છે.
(૧૬) પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પણ અસંખ્ય પ્રકારે છે. એટલે કર્મોમાં નાનોમોટો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ લેવો.
८७