________________
અંતઃકોડાકોડીસાગરોપમ છે. તેનાથી સંખ્યાતગુણન્યૂન જિનનામાદિ-૩નો જઘન્યસ્થિતિબંધ છે. તથા મનુષ્યાય અને તિર્યંચાયુનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૩ પલ્યોપમ છે.
વિવેચન - તીર્થંકરનામકર્મ અને આહારકદ્ધિકની ઉત્કૃષ્ટસ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમ બંધાય છે. તે અનિકાચિત હોય છે. તેનો અબાધાકાળ અંતર્મુહૂર્ત છે અને નિષેકકાળ અંતર્મુહૂર્તન્યૂન અંત:કોડાકોડીસાગરોપમ છે.
જિનનામકર્મનો અબાધાકાળ પૂર્ણ થયા પછી તરત જ પ્રદેશોદય ચાલુ થઈ જાય છે. તેથી તીર્થંકરનામકર્મના પ્રદેશોદયવાળા જીવને પોતાની સમાન કક્ષાવાળા બીજાજીવો કરતાં ઐશ્વર્ય, સન્માન, પૂજા, સમૃદ્ધિ, લોકપ્રિયતા, ઉદારતા, પરોપકારતા, ગંભીરતા વગેરે ગુણો અધિક હોય છે અને તીર્થંકરના ભવમાં જન્મસમયે ત્રણેલોકમાં પ્રકાશ, જન્માભિષેક, આહાર નિહારની અદશ્યતા વગેરે જન્મસંબંધી અતિશયો હોય છે. તથા કેવળજ્ઞાન પ્રાપ્ત થયાં પછી જિનનામકર્મનો તીવ્રવિપાકોદય થવાથી અષ્ટમહાપ્રાતિહાર્ય, કર્મક્ષયજન્ય ૧૧ અતિશય, સમવસરણની રચના વગેરે હોય છે. જિનનામની ગાઢનિકાચિતસ્થિતિ :
જે ભવમાં જે મહાત્માને તીર્થંકર થવાનું હોય, તેનાથી પૂર્વેના ત્રીજાભવમાં તે મહાત્મા વીશસ્થાનકતપાદિની આરાધનાથી અંત:કોડાકોડી સાગરોપમના સંખ્યામાં ભાગ જેટલી સ્થિતિને નિકાચિત કરવાનો પ્રારંભ કરે છે તેમાંથી કાંઈક ન્યૂન બે પૂર્વક્રોડવર્ષ અધિક-૩૩ સાગરોપમ પ્રમાણ સ્થિતિસત્તા ગાઢનિકાચિત થાય છે અને બાકીની અલ્પનિકાચિત થાય છે.
જિનનામકર્મની અલ્પનિકાચિત કે અનિકાચિત સ્થિતિમાં અપવર્તનાદિકરણ લાગતા હોવાથી તે સ્થિતિ ટૂંકાઈને ભોગવ્યા વિના નાશ થઈ શકે છે. પણ ગાઢનિકાચિતસ્થિતિમાં અપવર્તનાદિકરણ લાગતું ન હોવાથી તે સ્થિતિમાં કાંઈ જ ફેરફાર થતો નથી. જે રીતે નિષેકો ગોઠવાયેલા હોય, તે જ રીતે ભોગવાય છે. એટલે જિનનામકર્મની ગાઢનિકાચિતસ્થિતિ અવશ્ય ભોગવવી પડે છે. તેથી જિનનામની નિકાચના કરતી વખતે જીવ