________________
નામ-ગોત્રકર્મ વધુમાં વધુ ૨૦,૦૦૦૦૦૦0,0000000 સાગરોપમ સુધી આત્મપ્રદેશો ઉપર રહી શકે છે. તેથી નામ-ગોત્રકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ કોડાકોડીસાગરોપમ કહી છે.
આયુષ્યકર્મ ઘોલના પરિણામથી બંધાતું હોવાથી તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ પરિણામે નરકાયુની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ સાગરોપમ બંધાય છે અને તત્પ્રાયોગ્ય વિશુદ્ધ પરિણામે દેવાયુની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ સાગરોપમ બંધાય છે.
શંકા ઃ- આ ગાથામાં મૂલ-૮ કર્મોમાંથી જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ કહી અને આયુષ્યકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ કેમ ન કહી?
સમાધાનઃ- મૂલઆયુષ્યકર્મની જે ઉત્કૃષ્ટસ્થિતિ છે. તે જ આયુષ્યકર્મના ઉત્તરભેદ દેવાયુ અને નરકાયુની ઉત્કૃષ્ટસ્થિતિ છે. એટલે આયુષ્યકર્મના ઉત્તરભેદની ઉત્કૃષ્ટસ્થિતિ કહેવા દ્વારા જ મૂલઆયુષ્યકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ કહેવાઇ જાય છે. માટે ગ્રન્થગૌરવના ભયથી મૂલઆયુષ્યકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ અલગ ન કહી. મૂલકર્મોનો જઘન્યસ્થિતિબંધ :
(૧) જ્ઞાનાવરણીયકર્મની જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્ત બંધાય છે. (૨) દર્શનાવરણીયકર્મની જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્ત બંધાય છે. (૩) વેદનીયકર્મની જઘન્યસ્થિતિ ૧૨ મુહૂર્ત બંધાય છે. (૪) મોહનીયકર્મની જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્ત બંધાય છે. (૫) આયુષ્યકર્મની જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્ત બંધાય છે. (૬) નામકર્મની જઘન્યસ્થિતિ મુહૂર્ત બંધાય છે. (૭) ગોત્રકર્મની જઘન્યસ્થિતિ ૮ મુહૂર્ત બંધાય છે. (૮) અંતરાયકર્મની જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્ત બંધાય છે.
જ્ઞાનાવરણીયાદિ-૮ કર્મોમાંથી એક જ વેદનીયકર્મનો બંધ (૧) સકાષાયિક અને (૨) અકાષાયિક છે. કારણકે શાતાવેદનીયકર્મ ૧થી૧૩ ગુણઠાણા સુધી બંધાય છે. તેમાં ૧થી૧૦ ગુણઠાણા સુધી કષાયનો ઉદય હોવાથી ત્યાં સુધી શાતાનો બંધ સકાષાયિક છે અને ૧૧ થી ૧૩
૭૮