________________
કોકોસાળ નિષેકકાળ હોય છે. તથા અંતરાયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦કોકોસાળ બંધાય છે. ત્યારે ૩૦૦૦ વર્ષની અબાધા હોય છે અને ૩૦૦૦ વર્ષન્યૂન ૩૦કોકોસાળ નિષેકકાળ હોય છે.
શંકા :- જેમ જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મના સ્થિતિબંધમાં અબાધાકાલનો સમાવેશ થાય છે. તેમ આયુષ્યકર્મના સ્થિતિબંધમાં અબાધાકાલનો સમાવેશ કેમ નથી થતો?
સમાધાનઃ- જેમ જ્ઞાનાવરણીયાદિ કર્મોમાં ૧ કોડાકોડીસાગરોપમે ૧૦૦ વર્ષનો અબાધાકાલ નક્કી જ છે. તેમ આયુષ્યકર્મમાં સ્થિતિબંધની સાથે અબાધાકાલનું પ્રમાણ નક્કી નથી. કારણકે આયુષ્યકર્મનો એવો સ્વભાવ જ છે કે, ચાલુભવનું આયુષ્ય પૂર્ણ થયા પછી જ પરભવાયુનો ઉદય શરૂ થાય છે. તેથી પરભવાયુના બંધ વખતે ચાલુભવનું જેટલુ આયુષ્ય બાકી રહ્યું હોય તેટલી પરભવાયુની અબાધા હોય છે. તેથી આયુષ્યકર્મના સ્થિતિબંધમાં અબાધાનો સમાવેશ કર્યો નથી.
જેમ મૂલ, છાલ, શાખા, પાંદડા વગેરેના સમૂહરૂપ વૃક્ષ છે. તેમ મતિજ્ઞાનાવરણીયાદિ પાંચેના સમૂહરૂપ જ્ઞાનાવરણીયકર્મ છે. એટલે ઉત્તરપ્રકૃતિથી મૂળપ્રકૃતિ જુદી નથી. એ જ રીતે, ઉત્તરપ્રકૃતિની ઉસ્થિતિથી મૂલપ્રકૃતિની ઉ∞સ્થિતિ અલગ નથી. પરંતુ જે કર્મની જે ઉત્તરપ્રકૃતિનો સ્થિતિબંધ સૌથી વધારે હોય તે જ મૂલકર્મનો ઉ∞સ્થિતિબંધ છે અને જે કર્મની જે ઉત્તરપ્રકૃતિનો સ્થિતિબંધ સૌથી ઓછો હોય, તે જ મૂલકર્મનો જઘન્યસ્થિતિબંધ છે. દાત૦ મોહનીયકર્મમાં સૌથી વધારે મિથ્યાત્વમોહનીયનો ૭૦કોકોસાળ સ્થિતિબંધ હોવાથી મોહનીયકર્મનો ૭૦ કોકોસા ઉ સ્થિતિબંધ કહ્યો છે. એ જ રીતે, મોહનીયકર્મમાં સૌથી ઓછો સંલોભનો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત હોવાથી મોહનીયનો જ૦સ્થિતિબંધ અંતર્મુહૂર્ત કહ્યો છે.
ઉત્તરપ્રકૃતિનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ :
विग्घावरणअसाए, तीसं अट्ठारसुहुमविगलतिगे । પત્રમાસિંષવળે, વસ સુમેસુ વુવુડ્ડી ॥ ૮॥
૮૨