________________
નામકર્મમાં ભૂયસ્કારાદિબંધ :तिपणछअट्ठनवहिआ, वीसा तीसेगतीस इगनामे । छस्सगअट्ठतिबंधा, सेसेसु य ठाणमिक्किक्कं ॥ २५ ॥ त्रि- पञ्चषडष्ट - नवाधिका विंशतिः त्रिंशदेकत्रिंशदेका नामे । ષટ્-સપ્તાષ્ટ-ત્રિવન્યા: શેલેષુ ૨ સ્થાનમેળમ્ ॥ ૨ ॥
ગાથાર્થ :- નામકર્મના ત્રેવીસ, પચ્ચીસ, છવ્વીસ, અઠ્ઠાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ અને એક એ ૮ બંધસ્થાનો છે. તેમાં ભૂયસ્કારબંધ-૬, અલ્પતરબંધ-૭, અવસ્થિતબંધ-૮ અને અવક્તવ્યબંધ૩ છે. બાકીના કર્મોમાં એક એક બંધસ્થાન છે.
વિવેચન :- બંધમાં નામકર્મની ૬૭ પ્રકૃતિ છે. તેમાંથી........ (૧) જે પ્રકૃતિઓ નરકગતિની સાથે બંધાય છે, તે “નરકપ્રાયોગ્ય' કહેવાય. (૨) જે પ્રકૃતિઓ દેવગતિની સાથે બંધાય છે, તે “દેવપ્રાયોગ્ય” કહેવાય. (૩) જે પ્રકૃતિઓ પર્યાપ્તમનુષ્યગતિની સાથે બંધાય છે, તે “પર્યાપ્તમનુષ્યપ્રાયોગ્ય' કહેવાય. (૪) જે પ્રકૃતિઓ અપર્યાપ્તમનુષ્યગતિની સાથે બંધાય છે, તે “અપર્યાપ્તમનુષ્યપ્રાયોગ્ય” કહેવાય. (૫) જે પ્રકૃતિઓ પર્યાપ્તએકેન્દ્રિયતિર્યંચગતિની સાથે બંધાય છે, તે પર્યાપ્તએકેન્દ્રિયપ્રાયોગ્ય” કહેવાય. (૬) જે પ્રકૃતિઓ અપર્યાપ્તએકેન્દ્રિયતિર્યંચગતિની સાથે બંધાય છે, તે “અપએકેન્દ્રિયપ્રાયોગ્ય” કહેવાય. (૭) જે પ્રકૃતિઓ પર્યાપ્તવિકલેન્દ્રિયતિર્યંચગતિની સાથે બંધાય છે, તે પર્યાઞવિક્લેન્દ્રિયપ્રાયોગ્ય' કહેવાય. (૮) જે પ્રકૃતિઓ અપર્યાવિક્લેન્દ્રિયતિર્યંચગતિની સાથે બંધાય છે, તે “અપર્યાપ્તવિક્લેન્દ્રિયપ્રાયોગ્ય” કહેવાય. (૯) જે પ્રકૃતિઓ પર્યાપ્તપંચેન્દ્રિયતિર્યંચગતિની સાથે બંધાય છે, તે “પર્યાપ્તતિપંચેન્દ્રિયપ્રાયોગ્ય” કહેવાય અને (૧૦) જે પ્રકૃતિઓ અપર્યાપ્તપંચેન્દ્રિયતિર્યંચગતિની સાથે બંધાય છે, તે “અપતિ પંચેન્દ્રિયપ્રાયોગ્ય' કહેવાય. એ ૧૦ પ્રકારમાંથી કોઇપણ એક જ ગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને એકજીવ એકીસાથે બાંધે છે. સર્વે પ્રકારનો ગતિપ્રાયોગ્યબંધ એકજીવ એકીસાથે કરી શકતો નથી. એટલે જે જીવ જે ગતિપ્રાયોગ્યબંધ કરતી વખતે એકી સાથે જેટલી પ્રકૃતિને બાંધતો હોય, તે જીવને તેટલી પ્રકૃતિના સમૂહરૂપ નામકર્મનું બંધસ્થાનક હોય છે.
૬૭