________________
૨૯ અથવા પંચેન્દ્રિયતિર્યંચપ્રાયોગ્ય-૨૯ અથવા મનુષ્ય પ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ર૯ના બંધનો ચોથો ભૂયસ્કાર થાય છે. એથવા સમ્યગ્દષ્ટિમનુષ્ય દેવપ્રાયોગ્ય ૨૮ને બાંધતો બાંધતો જ્યારે દેવપ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમ સમયે ૨૯ના બંધનો ચોથો ભૂયસ્કાર થાય છે.
* કોઈક મિથ્યાદષ્ટિ તિર્યંચ કે મનુષ્ય વિકલેન્દ્રિયપ્રાયોગ્ય-૨૯ અથવા પંચેન્દ્રિયતિર્યંચપ્રાયોગ્ય-ર૯ અથવા મનુષ્યપ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે વિકલેન્દ્રિયપ્રાયોગ્ય-૩૦ કે પંચેન્દ્રિયતિર્યંચપ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૩૦ના બંધનો પાંચમો ભૂયસ્કાર થાય છે. અથવા અપ્રમત્તસંયમી દેવપ્રાયોગ્ય ર૮પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે આહારકદ્ધિક સહિત ૩૦ પ્રકૃતિને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમ સમયે ૩૦ના બંધનો પાંચમો ભૂયસ્કાર થાય છે. અથવા સમ્યગ્દષ્ટિમનુષ્ય દેવપ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે દેવમાં ઉત્પન્ન થઈને મનુષ્યપ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિને બાંધવાની શરૂઆત કરે છે ત્યારે પ્રથમ સમયે ૩૦ના બંધનો પાંચમો ભૂયસ્કાર થાય છે.
કોઈક અપ્રમત્ત સંયમી જિનનામસહિત દેવપ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે આહારકદ્ધિક સહિત દેવપ્રાયોગ્ય ૩૧ પ્રકૃતિને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૩૧ના બંધનો છઠ્ઠો ભૂયસ્કાર થાય છે. અથવા કોઈ મનુષ્ય ઉપશમશ્રેણીમાંથી પડતો પડતો ૧૦માં ગુણઠાણે આવીને યશનામકર્મને બાંધતો બાંધતો આઠમાગુણઠાણે આવીને જ્યારે દેવપ્રાયોગ્ય ૩૧ પ્રકૃતિને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૩૧ના બંધનો છઠ્ઠો ભૂયસ્કાર થાય છે.
દરેક ભૂયસ્કારબંધ પછી દ્વિતીયાદિસમયે અવસ્થિતબંધ થાય છે. નામકર્મમાં ૭ અલ્પતરબંધ -
* અપ્રમત્ત સંયમી ૮માં ગુણઠાણાના છઠ્ઠાભાગે દેવપ્રાયોગ્ય ૨૮, * ૨૯, ૩૦ કે ૩૧ પ્રકૃતિને બાંધતા બાંધતા જ્યારે ૮માગુણઠાણાના
સાતમા ભાગે આવીને એક જ યશનામકર્મને બાંધે છે. ત્યારે પ્રથમસમયે - ૧ના બંધનો પહેલો અલ્પતર થાય છે.
* અપ્રમત્તસંયમી ૩૧ પ્રકૃતિને બાંધતા બાંધતા જ્યારે મરણ