________________
પામીને દેવલોકમાં આવીને મનુષ્યપ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિને બાંધે છે. ત્યારે પ્રથમસમયે ૩૦ના બંધનો બીજો અલ્પતર થાય છે.
* સમ્યગ્દષ્ટિ દેવ જિનનામસહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિને બાંધતો બાંધતો ત્યાંથી મરણ પામીને મનુષ્યમાં આવીને દેવપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. ત્યારે પ્રથમસમયે ૨૯ના બંધનો ત્રીજો અલ્પતર થાય છે.
* કોઈક મિથ્યાદષ્ટિતિર્યંચ કે મનુષ્ય તિર્યંચપ્રાયોગ્ય ર૯ અથવા મનુષ્યપ્રાયોગ્ય ર૯ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે દેવપ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિને બાંધે છે. ત્યારે પ્રથમસમયે ૨૮ના બંધનો ચોથો અલ્પતર થાય છે.
* એ જ મિથ્યાદૃષ્ટિતિર્યંચ કે મનુષ્ય દેવપ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે એકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૬ પ્રકૃતિને બાંધે છે ત્યારે પ્રથમસમયે ૨૬ના બંધનો પાંચમો અલ્પતર થાય છે.
. * એ જ મિથ્યાષ્ટિતિર્યંચ કે મનુષ્ય એકેન્દ્રિયપ્રાયોગ્ય ૨૬ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે એકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિને બાંધે છે. ત્યારે પ્રથમસમયે રપના બંધનો છઠ્ઠો અલ્પતર થાય છે.
* એ જ મિથ્યાદષ્ટિતિર્યંચ કે મનુષ્ય પર્યાપ્ત એકેન્દ્રિયપ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે અપર્યાપ્તએકેન્દ્રિયપ્રાયોગ્ય-ર૩ પ્રકૃતિને બાંધે છે. ત્યારે પ્રથમસમયે ૨૩ના બંધનો સાતમો અલ્પતર થાય છે.
દરેક અલ્પતરબંધ પછી દ્વિતીયાદિસમયે અવસ્થિતબંધ થાય છે.
નામકર્મમાં કુલ-૮ અવસ્થિતબંધ થાય છે.. નામકર્મમાં ૩ અવક્તવ્યબંધ -
* * કોઈ મનુષ્ય ૧૧માગુણઠાણે નામકર્મનો સર્વથા અબંધક થયા પછી કાલક્ષયે પડીને ૧૦માગુણઠાણે આવે છે. ત્યારે પ્રથમસમયે જે એક જ યશનામકર્મને બાંધે છે. તે પહેલો અવક્તવ્યબંધ કહેવાય.
* કોઈ મનુષ્ય ૧૧માગુણઠાણેથી ભવક્ષયે પડીને વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે. ત્યારે પ્રથમસમયે જે મનુષ્ય પ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે, તે બીજો અવક્તવ્યબંધ કહેવાય.
* કોઈ મનુષ્ય ૧૧માગુણઠાણેથી ભવક્ષયે પડીને વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે ત્યારે પ્રથમસમયે જે જિનનામ સહિત મનુષ્યપ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિને બાંધે છે તે ત્રીજો અવક્તવ્યબંધ કહેવાય.