________________
* આઠમાં ગુણઠાણાના છઠ્ઠાભાગે દેવગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થયા પછી કોઈપણ ગતિપ્રાયોગ્યબંધ થતો નથી. એટલે આઠમા ગુણઠાણાના સાતમાભાગથી દશમાગુણઠાણા સુધી અપ્રાયોગ્ય એક જ યશનામકર્મ બંધાય છે.
એ પ્રમાણે કોઇપણ જીવ એકે)પ્રાયોગ્યબંધ કરતી વખતે ૨૩ | ૨૫ / ર૬ પ્રકૃતિને બાંધે છે. વિકલેન્દ્રિયપ્રાયોગ્ય કે પંચેતિ પ્રાયોગ્યબંધ કરતી વખતે ૨૫ / ૨૯ | ૩૦ને બાંધે છે. મનુષ્યપ્રાયોગ્યબંધ કરતી વખતે ૨૫ / ર૯ / ૩૦ પ્રકૃતિને બાંધે છે. નરકપ્રાયોગ્યબંધ કરતી વખતે ૨૮ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્યબંધ કરતી વખતે ૨૮ | ૨૯ | ૩૦ | ૩૧ પ્રકૃતિને બાંધે છે. એટલે એકજીવ એકીસાથે નામકર્મની ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ અને ૧ પ્રકૃતિને બાંધી શકે છે. તેથી નામકર્મના ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ અને ૧ એ ૮ બંધસ્થાન છે. નામકર્મમાં-૬ ભૂયસ્કારબંધ :
* કોઇક મિશ્રાદષ્ટિતિર્યંચ કે મનુષ્ય અપર્યાપ્તએકેન્દ્રિયપ્રાયોગ્ય ૨૩ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે પર્યાપ્તા એકેન્દ્રિયપ્રાયોગ્ય ર૫ કે અપર્યાપ્ત ત્રસપ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૨૫ના બંધનો પહેલો ભૂયસ્કાર થાય છે.
* કોઇક મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્ય કે ઇશાન સુધીનો દેવ પર્યાપ્તએકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે બાદરપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૬ પ્રકૃતિને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ર૬ના બંધનો બીજો ભૂયસ્કાર થાય છે.
* કોઈક મિથ્યાષ્ટિ તિર્યચપંચેન્દ્રિય કે મનુષ્ય એકેન્દ્રિયપ્રાયોગ્ય ર૬ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે નરકમાયોગ્ય ૨૮ કે દેવપ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૨૮ના બંધનો ત્રીજોભૂયસ્કાર થાય છે.
* કોઇક મિથ્યાદષ્ટિ તિર્યંચપંચેન્દ્રિય કે મનુષ્ય નરકપ્રાયોગ્ય ૨૮ અથવા દેવપ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે વિકલેન્દ્રિયપ્રાયોગ્ય
K ૭૧T