________________
એકજીવની અપેક્ષાએ એકીસાથે બંધાતી પ્રકૃતિ :
* મિથ્યાદૃષ્ટિ તિર્યંચ કે મનુષ્ય “અપર્યાપ્તએકેન્દ્રિયપ્રાયોગ્યબંધ” કરે છે. ત્યારે પેજનં૦ ૬૮માં બતાવ્યા મુજબ એકીસાથે ૨૩ પ્રકૃતિ બંધાય છે અને મિથ્યાર્દષ્ટિતિર્યંચ-મનુષ્ય કે ઇશાન સુધીનો દેવ “પર્યાપ્તએકેન્દ્રિય પ્રાયોગ્યબંધ' કરે છે. ત્યા૨ે એકીસાથે ૨૩+૫રાઘાત+ ઉચ્છ્વાસ=૨૫ અથવા ૨૫+આતપ કે ઉદ્યોત= ૨૬પ્રકૃતિ બંધાય છે.
* મિથ્યાદૃષ્ટિ તિર્યંચ કે મનુષ્ય “અપર્યાપ્તત્રસપ્રાયોગ્યબંધ’ [અપ૦-વિક્ષેપ્રા૦ કે અપપંચેતિપ્રા કે અપમનુપ્રા૦ બંધ] કરે છે. ત્યારે પેજનં૦ ૬૮માં બતાવ્યા મુજબ એકીસાથે ૨૩+અંગોપાંગ+છેવટ્ટુ= ૨૫ પ્રકૃતિ બંધાય છે અને “પર્યાપ્તવિકલેન્દ્રિયપ્રાયોગ્યબંધ' કરે છે. ત્યારે પેજ નં. ૬૯માં બતાવ્યા મુજબ એકીસાથે ૨૯ પ્રકૃતિ કે ૨૯+ઉદ્યોત=૩૦ પ્રકૃતિ બંધાય છે. તથા મિથ્યાત્વી કે સાસ્વાદની ચારેગતિના જીવો પર્યામાપંચેન્દ્રિયતિર્યંચપ્રાયોગ્ય બંધ” કરે છે. ત્યારે પેજનં૦ ૬૯માં બતાવ્યા મુજબ એકીસાથે ૨૯ કે ૨૯+ઉદ્યોત=૩૦ પ્રકૃતિ બંધાય છે.
* મિથ્યાત્વી પર્યાપ્ત પંચેન્દ્રિયતિર્યંચ કે પર્યાપ્ત મનુષ્ય“નરકપ્રાયોગ્યબંધ” કરે છે. ત્યારે કોઠામાં બતાવ્યા મુજબ એકીસાથે ૨૮ પ્રકૃતિ બંધાય છે.
* મિથ્યાત્વી કે સાસ્વાદની ચારેગતિના જીવો “મનુષ્યપ્રાયોગ્યબંધ” કરે છે. ત્યારે પેજનં ૬૯માં બતાવ્યા મુજબ એકીસાથે ૨૯ પ્રકૃતિ બંધાય છે અને સમ્યગ્દષ્ટિદેવ-નારકો જિનનામસહિત મનુષ્યપ્રાયોગ્યબંધ કરે છે. ત્યારે એકીસાથે ૨૯+જિનનામ=૩૦ પ્રકૃતિ બંધાય છે.
* ૧થી૮મા ગુણઠાણાના છઠ્ઠાભાગ સુધી તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્યબંધ” કરે છે. ત્યારે પેજનં૦ ૬૮માં બતાવ્યા મુજબ એકીસાથે ૨૮ પ્રકૃતિ બંધાય છે અને સમ્યગ્દષ્ટિમનુષ્યો જિનનામ સહિત દેવપ્રાયોગ્ય બંધ કરે છે. ત્યારે એકીસાથે ૨૮+જિનનામ = ૨૯ પ્રકૃતિ બંધાય છે. તથા અપ્રમત્તસંયમી આહારકદ્ધિકસહિત દેવપ્રાયોગ્યબંધ કરે છે. ત્યારે એકીસાથે ૨૮+આહારકકિ= ૩૦ પ્રકૃતિ બંધાય છે અને જિનનામસહિત દેવપ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિનો બંધ કરે છે. ત્યારે એકીસાથે ૩૦ + જિનનામ=૩૧ પ્રકૃતિ બંધાય છે.
૭૦