________________
ત્રસ-૧૦, સ્થાવર-૧૦]+ ગોત્ર-૨=૯૧ પ્રકૃતિ પરાવર્તમાન છે. તેમાંથી ૧૬કષાય+ ૫ નિદ્રા+ સ્થિર-અસ્થિર+શુભાશુભ= ૨૫ પ્રકૃતિ કાઢી નાંખતાં બાકીની ૬૬ પ્રકૃતિ બંધ અને ઉદય બન્નેમાં પરાવર્તમાન છે. કારણકે તે દરેક પ્રકૃતિ બંધમાં પરસ્પર વિરોધી હોવાથી અન્ય સજાતીયનો બંધ અટકાવીને પોતાનો બંધ શરૂ કરે છે અને ઉદયમાં પણ પરસ્પર વિરોધી હોવાથી બીજી સજાતીય પ્રકૃતિનો ઉદય અટકાવીને પોતે ઉદયમાં આવે છે તેથી તે ૬૬ પ્રકૃતિ બંધ અને ઉદય બન્નેમાં પરાવર્તમાન છે.
૧૬ કષાય+પ નિદ્રા=૨૧ પ્રકૃતિ બંધમાં અપરાવર્તમાન છે પણ ઉદયમાં પરાવર્તમાન છે. એટલે ઉદયમાં કુલ ૬૬+૨૧=૮૭ પ્રકૃતિ પરાવર્તમાન છે.
સ્થિર-અસ્થિર અને શુભ-અશુભ એ ૪ પ્રકૃતિ ઉદયમાં અપરાવર્તમાન છે. પણ બંધમાં પરાવર્તમાન છે એટલે બંધમાં કુલ ૬૬+૪= ૭૦ પ્રકૃતિ પરાવર્તમાન છે.
વિપાક= ફળનો અનુભવ....
કર્મવિપાકી પ્રકૃતિ કુલ-૪ પ્રકારે કહી છે. (૧) ક્ષેત્રવિપાકી (૨) જીવવિપાકી (૩) ભવવિપાકી (૪) પુદ્ગવિપાકી.
(૧) ક્ષેત્રવિપાકી :- જે પ્રકૃતિ પોતાનું ફળ પરભવમાં જતાં જીવને વળાંકવાળા ક્ષેત્રમાં જ બતાવે છે, તે ક્ષેત્રવિપાકી” કહેવાય. દાત૦ આનુપૂર્વી-૪...
એકભવમાંથી બીજાભવમાં જતી વખતે મરણસ્થાનથી ઉત્પત્તિસ્થાન જો સમશ્રેણીમાં હોય, તો જીવ ઋજુગતિથી ઉત્પત્તિસ્થાને પહોંચી જાય છે. પણ જો મરણસ્થાનથી ઉત્પત્તિસ્થાન વિષમશ્રેણીમાં હોય, તો આનુપૂર્વીનામકર્મ સમશ્રેણી પર ચાલતાં જીવને અટકાવીને કોણી આકારે એક વળાંકમાં અથવા હળ આકારે બે વળાંકમાં અથવા ગોમૂત્રિકા આકારે ત્રણ વળાંકમાં વાળીને ક્રમશઃ બીજા-ત્રીજા-ચોથા સમયે ઉત્પત્તિસ્થાને પહોંચાડી દેવાનું કામ કરે છે. તેથી તે ક્ષેત્રવિપાકી કહેવાય.
૫૦