________________
શ્રેણીમાં ૭કર્મને બાંધતો બાંધતો જીવ ૧૦મા ગુણઠાણે આવીને મોહનીય વિના ૬કર્મનો બંધ શરૂ કરે છે. ત્યારે પ્રથમસમયે ૬કર્મનો બીજો અલ્પતરબંધ થાય છે. ત્યારબાદ બીજાસમયથી માંડીને ૧૦મું ગુણઠાણુ પૂર્ણ ન થાય ત્યાંસુધી ૬કર્મનો અવસ્થિતબંધ થાય છે.
શ્રેણીમાં ૧૦મા ગુણઠાણે ૬ કર્મને બાંધતો બાંધતો ઉપશમક જ્યારે ૧૧મા ગુણઠાણે આવીને ૧કર્મનો બંધ શરૂ કરે છે. ત્યારે પ્રથમસમયે ૧કર્મનો ત્રીજો અલ્પતરબંધ થાય છે. અથવા ૧૦મા ગુણઠાણે ૬કર્મને બાંધતો બાંધતો ક્ષપક જ્યારે ૧૨મા ગુણઠાણે આવીને ૧ કર્મનો બંધ શરૂ કરે છે. ત્યારે પ્રથમસમયે ૧કર્મનો ત્રીજો અલ્પતરબંધ થાય છે. ત્યારબાદ બીજાસમયથી માંડીને ઉપશમકને વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી અને ક્ષપકને ૧૩મા ગુણઠાણે શાતાનો બંધવિચ્છેદ ન થાય ત્યાં સુધી ૧કર્મનો અવસ્થિતબંધ હોય છે.
મૂળકર્મમાં ૪ અવસ્થિતબંધ :
* ૮કર્મના ભૂયસ્કારબંધ પછી ૮કર્મનો અવસ્થિતબંધ થાય છે. ૭કર્મનો અવસ્થિતબંધ થાય છે. ૭કર્મનો અવસ્થિતબંધ થાય છે. ૬કર્મનો અવસ્થિતબંધ થાય છે. ૬કર્મના અલ્પતરબંધ પછી ૬કર્મનો અવસ્થિતબંધ થાય છે.
* કર્મના ભૂયસ્કારબંધ પછી ૭કર્મના અલ્પતરબંધ પછી * ૬કર્મના ભૂયસ્કારબંધ પછી
* ૧કર્મના અલ્પતરબંધ પછી ૧કર્મનો અવસ્થિતબંધ થાય છે.
કોઇપણ જીવ સર્વથા કર્મનો અબંધક ૧૪મા ગુણઠાણે થાય છે. ત્યાંથી તે જીવ પડતો નથી એટલે ફરીવાર કોઇપણ કર્મનો બંધ થતો નથી. તેથી મૂળકર્મપ્રકૃતિનો અવક્તવ્યબંધ ન હોય.
ભૂયસ્કારાદિબંધનો કાળ :
ભૂયસ્કારબંધનો કાળ- ૧ સમય છે.
અલ્પતરબંધનો કાળ- ૧ સમય છે.
અવસ્થિતબંધનો કાળ- એક કે અનેક સમય છે.
અવક્તવ્યબંધનો કાળ- ૧ સમય છે.
૫૯