________________
બીજાગુણઠાણે એકજીવ એકીસાથે ૨૨માંથી મિથ્યાત્વ વિના ૨૧ પ્રકૃતિને બાંધે છે. તેથી ત્યાં ૨૧નુ બંધસ્થાન હોય છે.
ત્રીજા-ચોથાગુણઠાણે એકજીવ એકીસાથે ૨૧માંથી અનંતાનુબંધી-૪ વિના ૧૭ પ્રકૃતિને બાંધે છે. તેથી ત્યાં ૧૭નું બંધસ્થાન હોય છે. પાંચમાગુણઠાણે એકજીવ એકીસાથે ૧૭માંથી અપ્રત્યાખ્યાનીયચતુષ્ક વિના ૧૩ પ્રકૃતિને બાંધે છે. તેથી ત્યાં ૧૩નું બંધસ્થાન હોય છે. ૬થી૮ ગુણઠાણે એકજીવ એકીસાથે ૧૩માંથી પ્રત્યાખ્યાનીય ૪ વિના ૯ પ્રકૃતિને બાંધે છે. તેથી ત્યાં નું બંધસ્થાન હોય છે. ૯મા ગુણઠાણાના ૧લા ભાગે ૯માંથી હાસ્ય-તિ અને ભય-જુગુપ્સા વિના ૫ પ્રકૃતિ બંધાય છે. તેથી ત્યાં પનું બંધસ્થાન હોય છે.
૯મા ગુણઠાણાના બીજાભાગે પાંચમાંથી પુવેદ વિના ૪ પ્રકૃતિ બંધાય છે. તેથી ત્યાં ૪નું બંધસ્થાન હોય છે.
૯મા ગુણઠાણાના ત્રીજાભાગે ૪માંથી સંક્રોધ વિના ૩ પ્રકૃતિ બંધાય છે. તેથી ત્યાં ૩નું બંધસ્થાન હોય છે.
૯મા ગુણઠાણાના ચોથાભાગે ૩માંથી સંમાન વિના સંમાયા અને સંગ્લોભ જ બંધાય છે તેથી ત્યાં ૨નું બંધસ્થાન હોય છે. ૯મા ગુણઠાણાના પાંચમા ભાગે બેમાંથી સંમાયા વિના સંગ્લોભ એક જ બંધાય છે તેથી ત્યાં ૧નું બંધસ્થાન હોય છે. એટલે મોહનીયકર્મના ૨૨-૨૧-૧૭ એ કુલ-૧૦ બંધસ્થાન છે. મોહનીયકર્મમાં- ૯ ભૂયસ્કારબંધ :
૧૩ - ૯ -૫-૪-૩-૨-૧
* ઉપશમશ્રેણીમાંથી કાલક્ષયે પડી રહેલો જીવ નવમાગુણઠાણે સંલોભને બાંધતો બાંધતો જ્યારે સંમાયાને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે રના બંધનો પહેલો ભૂયસ્કાર થાય છે.
* ૨ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે સંમાનને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૩ના બંધનો બીજો ભૂયસ્કાર થાય છે. * ૩ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે સંક્રોધને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૪ના બંધનો ત્રીજો ભૂયસ્કાર થાય છે.
૬૩