________________
બાંધે છે. તેથી ત્યાં ૯નું બંધસ્થાન હોય છે. ત્રીજા ગુણઠાણાથી આઠમાગુણઠાણાના પહેલા ભાગ સુધી ૬ પ્રકૃતિને બાંધે છે. તેથી ત્યાં ૬નું બંધસ્થાન હોય છે. આઠમાગુણઠાણાના બીજાભાગથી દશમાગુણઠાણા સુધી૪ પ્રકૃતિને બાંધે છે. તેથી ત્યાં ૪નું બંધસ્થાન હોય છે. એટલે દર્શનાવરણીયમાં ૯નું, ૬નું અને ૪નું એ-૩ બંધસ્થાન છે. દર્શનાવરણીયમાં ૨ ભૂયસ્કારબંધ :' ઉપશમશ્રેણીમાં ૧૧મા ગુણઠાણાથી કાલક્ષયે પડીને ૧૦મા ગુણઠાણે દર્શનાવરણીયચતુષ્કને બાંધતો બાંધતો આઠમાગુણઠાણે આવીને જયારે નિદ્રાદિકનો બંધ શરૂ કરે છે. ત્યારે પહેલાસમયે ૬ના બંધનો પહેલો ભૂયસ્કાર થાય છે. ત્યારબાદ દ્વિતીયાદિ સમયે દુનો અવસ્થિતબંધ થાય છે.
૮માં ગુણઠાણાના પહેલાભાગથી ૬પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે બીજાણઠાણે કે પહેલાણઠાણે આવીને થીણદ્વિત્રિકને બાંધવાની શરૂ કરે છે. ત્યારે પહેલાસમયે ૯ના બંધનો બીજો ભૂયસ્કાર થાય છે. ત્યારપછી દ્વિતીયાદિસમયે ૯નો અવસ્થિતબંધ થાય છે. દર્શનાવરણીયમાં ૨ અલ્પતરબંધ -
મિથ્યાષ્ટિ જ્યારે મિશ્રગુણઠાણે કે સમ્યકત્વગુણઠાણે આવીને થીણદ્વિત્રિક વિના ૬કર્મપ્રકૃતિને બાંધવાની શરૂ કરે છે. ત્યારે પહેલાસમયે દુના બંધનો પહેલો અલ્પતર થાય છે. ત્યારબાદ દ્વિતીયાદિ સમયે દુનો અવસ્થિતબંધ થાય છે.
શ્રેણીમાં દર્શનાવરણીયકર્મની ૬ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે આઠમાગુણઠાણાના બીજાભાગે આવીને ૪ પ્રકૃતિને બાંધવાની શરૂ કરે છે. ત્યારે પહેલા સમયે ૪ના બંધનો બીજો અલ્પતર થાય છે. ત્યારબાદ દ્વિતીયાદિ સમયે ૪નો અવસ્થિતબંધ થાય છે. દર્શનાવરણીયમાં ૩ અવસ્થિતબંધ :* અનાદિકાળથી અથવા ૯ના ભૂયસ્કારબંધ પછી ૯નો અવસ્થિતબંધ થાય છે. * દુનો ભૂયસ્કાર કે ૬નો અલ્પતર પછી ૬નો અવસ્થિતબંધ થાય છે.
૬ના અવક્તવ્યબંધ પછી ૬નો અવસ્થિતબંધ થાય છે. * ૪નો અલ્પતર કે અવક્તવ્યબંધ પછી ૪નો અવસ્થિતબંધ થાય છે.