________________
દર્શનાવરણીયમાં ૨ અવક્તવ્યબંધ :
કોઇપણ જીવ ૧૧મા ગુણઠાણે દર્શનાવરણીયકર્મનો સર્વથા અબંધક થયા પછી ત્યાંથી કાલક્ષયે પડીને ૧૦મા ગુણઠાણે આવે છે ત્યારે પ્રથમ સમયે જે દર્શનાવરણીયચતુષ્કનો બંધ થાય છે. તે પહેલો અવક્તવ્યબંધ કહેવાય. ત્યાર પછી દ્વિતીયાદિસમયે ૪નો અવસ્થિતબંધ થાય છે.
કોઇપણ જીવ ૧૧મા ગુણઠાણે દર્શનાવરણીયકર્મનો સર્વથા અબંધક થયા પછી ત્યાંથી ભવક્ષયે પડીને વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે. ત્યારે પ્રથમ સમયે જે દર્શનાવરણીયકર્મની-૬ પ્રકૃતિનો બંધ કરે છે ત બીજો અવક્તવ્યબંધ કહેવાય. ત્યારપછી દ્વિતીયાદિ સમયે દુનો અવસ્થિતબંધ થાય છે.
- દર્શનાવરણીયમાં બંધસ્થાનાદિ :ગુણસ્થાનક પ્રકૃતિ બંધસ્થાન ભૂયસ્કાર અલ્પતર અવસ્થિત અવક્તવ્ય ૧લું - રજું પ્રકૃતિ ૧લું | ૨ જો.. | ચઢતાં | ૧લો... ૩થી ૮/૧ સુધી ૬ પ્રકૃતિ રજાં | ૧લો... | લો.. | ર જો... |ભવક્ષરજે ટાર થી ૧૦– ૪ પ્રકૃતિ ૩જી |પડતાં. ૨ જો. ૩જો.. | કાલક્ષયેલો.
૧૧મું– અબંધ
મોહનીયકર્મમાં-૧૦ બંધસ્થાન :
બંધમાં મોહનીયકર્મની ર૬ પ્રકૃતિ છે. તેમાંથી રર પ્રકૃતિને એકજીવ એકીસાથે બાંધી શકે છે. કારણકે બંધમાં હાસ્ય-રતિ અને શોકઅરતિ એ બે યુગલ પરસ્પર વિરોધી છે. તેથી એકજીવ એકસમયે એ બે યુગલમાંથી કોઈપણ એક જ યુગલને બાંધે છે અને બંધમાં ત્રણવેદ પરસ્પરવિરોધી છે તેથી એકજીવ એકસમયે ત્રણવેદમાંથી કોઈપણ એક જ વેદને બાંધે છે. એટલે ર૬માંથી યુગલની ૨ પ્રકૃતિર વેદ ૪ પ્રકૃતિ કાઢી નાંખતા ૨૨ પ્રકૃતિ મિથ્યાદષ્ટિ જીવ એકીસાથે બાંધે છે. તેથી મિથ્યાત્વગુણઠાણે રરનું બંધસ્થાન હોય છે.