________________
હોય છે. ત્રીજા-આઠમા-નવમાગુણઠાણે એકીસાથે આયુષ્ય વિના ૭ કર્મો બંધાય છે. તેથી ત્યાં ૭ કર્મનું જ બંધસ્થાન હોય છે. ૧૦માં ગુણઠાણે એકીસાથે આયુષ્ય અને મોહનીય વિના ૬ કર્મો બંધાય છે. તેથી ત્યાં ૬નું બંધસ્થાન હોય છે અને ૧૧થી ૧૩ ગુણઠાણે એક જ શાતાવેદનીયકર્મ બંધાય છે. તેથી ત્યાં ૧નું બંધસ્થાન હોય છે. એટલે મૂળકર્મોમાં કુલ ૮-૭-૬-૧ બંધસ્થાન હોય છે. મૂળકર્મમાં ૩ ભૂયસ્કારબંધ :' ઉપશમશ્રેણીમાં ૧૧મા ગુણઠાણે ૧ પ્રકૃતિને બાંધતો બાંધતો ત્યાંથી પડીને ૧૦મે ગુણઠાણે આવે છે. ત્યારે જ્ઞાનાવ, દર્શના, નામ, ગોત્ર, અને અંત) એ ૫ કર્મ વધારે બંધાય છે. તેથી ૧૦માં ગુણઠાણાના પહેલા સમયે કર્મનો પહેલો ભૂયસ્કારબંધ થાય છે. પછી બીજા સમયથી માંડીને જ્યાં સુધી ૬કર્મોનો બંધ ચાલુ રહે છે ત્યાંસુધી ૬નો અવસ્થિતબંધ હોય છે.
૧૦મા ગુણઠાણાથી ૬ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે મા ગુણઠાણે આવે છે ત્યારે મોહનીયકર્મ વધારે બંધાય છે. તેથી ૯માગુણઠાણાના પહેલાસમયે કર્મનો બીજો ભૂયસ્કારબંધ થાય છે. ત્યારબાદ બીજાસમયથી માંડીને જ્યાં સુધી આયુષ્યકર્મનો બંધ શરૂ ન થાય ત્યાં સુધી ૭કર્મનો અવસ્થિતબંધ હોય છે.
૯મા ગુણઠાણાથી પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે પ્રમત્તાદિગુણઠાણે આવીને આયુષ્યકર્મને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૮કર્મનો ત્રીજો ભૂયસ્કારબંધ થાય છે. ત્યારબાદ બીજા સમયથી માંડીને જ્યાં સુધી આયુષ્ય કર્મ બંધાય છે. ત્યાંસુધી ટકર્મનો અવસ્થિતબંધ થાય છે. મૂળકર્મમાં ૩ અલ્પતરબંધ -
કોઇપણ જીવ આયુષ્યકર્મનો બંધ પૂર્ણ થયા પછી જ્યારે સાતકર્મનો બંધ શરૂ કરે છે. ત્યારે પ્રથમસમયે ૭કર્મનો પહેલો અલ્પતરબંધ થાય છે. ત્યારબાદ બીજા સમયથી માંડીને પરભવમાં જઇને આયુષ્યનો બંધ શરૂ ન કરે ત્યાં સુધી અથવા શ્રેણીમાં ૧૦મા ગુણઠાણે મોહનીય વિના કર્મોનો બંધ શરૂ ન કરે ત્યાં સુધી ૭કર્મોનો અવસ્થિતબંધ થાય છે.