________________
(પ્રકૃતિબંધ)
પ્રકૃતિબંધ-૪ પ્રકારે છે. (૧) ભૂયસ્કારબંધ (૨) અલ્પતરબંધ (૩) અવસ્થિતબંધ (૪) અવક્તવ્યબંધ.
(૧) ભૂયસ્કારબંધ - ભૂય=ઘણી, વધારે, અધિક...
કોઇપણ જીવ પહેલા જેટલી પ્રકૃતિને બાંધતો હોય, તેનાથી એકાદિ વધારે પ્રકૃતિને બાંધવાની શરૂઆત કરે છે ત્યારે પ્રથમસમયે જે બંધ થાય છે. તે ભૂયસ્કારબંધ કહેવાય. દાવત) કોઇપણ જીવ સાતકર્મને બાંધતો બાંધતો જ્યારે આઠકર્મને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે જે આઠકર્મનો બંધ થાય છે, તે ભૂયસ્કારબંધ કહેવાય.
(૨) અલ્પતરબંધ - અલ્પ= ઓછી, થોડી, ન્યૂન..
કોઈપણ જીવ પહેલા જેટલી પ્રકૃતિને બાંધતો હોય, તેનાથી એકાદિ ઓછી પ્રકૃતિને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમ સમયે જે બંધ થાય છે તે અલ્પતરબંધ કહેવાય દાત) કોઇપણ જીવ આઠકર્મને બાંધતો બાંધતો જ્યારે સાતકર્મને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે જે સાતકર્મનો બંધ થાય છે, તે અલ્પતરબંધ કહેવાય.
(૩) અવસ્થિતબંધ :- પહેલા સમય જેટલી પ્રકૃતિઓ જો બીજાદિ સમયે બંધાય, તો તે અવસ્થિતબંધ કહેવાય. દાવતઆઠકર્મના ભૂયસ્કારબંધ પછી બીજાસમયથી માંડીને જ્યાં સુધી આઠકર્મોનો બંધ ચાલુ રહે ત્યાં સુધીના તે બંધને અવસ્થિતબંધ કહે છે.
(૪) એવક્તવ્યબંધઃ- અ=નહીં.., વક્તવ્ય=કહેવા યોગ્ય ભૂયસ્કારાદિ ત્રણ બંધમાંથી કોઇપણ પ્રકારે નહીં કહેવા યોગ્ય જે બંધ છે તે અવક્તવ્યબંધ કહેવાય.
કર્મનો સર્વથા અબંધક થઈને ફરીથી કર્મોને બાંધવાની ' શરૂઆત કરે ત્યારે પ્રથમસમયે જે બંધ થાય છે, તે અવક્તવ્યબંધ
૪ પ૬T