________________
કહેવાય. દાવતઉપશમશ્રેણીમાં ૧૧મા ગુણઠાણે દર્શનાવરણીયકર્મનો અબંધક થઈને ત્યાંથી કાલક્ષયે પડીને ૧૦મા ગુણઠાણે આવ્યા પછી ફરીથી દર્શનાવરણીયચતુષ્કને બાંધે છે ત્યારે પ્રથમસમયે દર્શનાવરણીયનો અવક્તવ્યબંધ થાય છે. મૂળકર્મોમાં ભૂયસ્કારાદિબંધ :मूलपयडीण अडसत्त-छेगबंधेसु तिन्नि भूगारा । अप्पतरा तिअ चउरो, अवट्ठिआ न हु अवत्तव्वो ॥२२॥ एगादहिगेभूओ, एगाईऊणगम्मि अप्पतरो । तम्मत्तोऽवट्ठियओ, पढमे समए अवत्तव्वो ॥२३॥ मूलप्रकृतीनामष्ट-सप्त-षडेकबन्धेषु त्रयो भूयस्काराः । अल्पतरास्त्रयश्चत्वारोऽवस्थिता नैवावक्तव्यः ॥ २२ ॥ एकाद्यधिके भूयान्, एकाधूनेऽल्पतरः । तन्मात्रोऽवस्थितः प्रथमे समयेऽवक्तव्यः ॥२३॥
ગાથાર્થ - મૂલપ્રકૃતિના ૮-૭- ૬ - ૧ એ ૪ બંધસ્થાનમાં ૩ ભૂયસ્કાર, ૩ અલ્પતર અને ૪ અવસ્થિતબંધ છે. અવક્તવ્યબંધ હોતો નથી. - જ્યારે એકાદિ અધિક પ્રકૃતિ બાંધે છે ત્યારે પહેલા સમયે ભૂયસ્કારબંધ થાય છે. જ્યારે એકાદિ ઓછી પ્રકૃતિ બાંધે છે. ત્યારે પહેલા સમયે અલ્પતરબંધ થાય છે. તેટલી જ પિહેલા સમયે જેટલી બાંધી હોય તેટલી જ] પ્રકૃતિ બાંધે છે. ત્યારે અવસ્થિતબંધ થાય છે અને અબંધક થઈને ફરી બંધ શરૂ કરે છે. ત્યારે પ્રથમ સમયે અવક્તવ્યબંધ થાય છે.
વિવેચન :- એકીસાથે બંધાતા કર્મના સમૂહને “બંધસ્થાન” કહે છે. કોઇપણ જીવ ત્રીજાવિના ૧થી૭ ગુણઠાણા સુધી જ્યારે આયુષ્યકર્મને બાંધતો હોય છે ત્યારે એકીસાથે ૮ કર્મો બંધાય છે. તે વખતે ૮નું બંધસ્થાન હોય છે અને જ્યારે આયુષ્યકર્મ ન બંધાતું હોય ત્યારે જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મો બંધાય છે. તેથી તે વખતે કર્મનું બંધસ્થાન