________________
દ્વારા) જીવને જ થાય છે. દરેક કર્મોનો ભોક્તા જીવ જ છે. તો પણ તે તે આયુષ્યકર્મ પોતાનો વિપાક તે તે ભવમાં જ બતાવે છે. આનુપૂર્વી પોતાનો વિપાક વળાંકવાળા ક્ષેત્રમાં જ બતાવે છે. પુદ્ગલ વિપાકી પ્રકૃતિ પોતાનો વિપાક સાક્ષાત્ પુદ્ગલમાં [શરીરમાં] બતાવે છે. તેથી ભવિપાકી વગેરે પ્રકૃતિમાં ભવાદિની પ્રધાનતા હોવાથી તેને ભવિપાકી વગેરે કહી છે. ભવવિપાકી :- જે કર્મપ્રકૃતિ પોતાનો વિપાક (ફળ) દેવાદિભવમાં જ બતાવે છે તે ભવપાકી કહેવાય. દાત૦ દેવાદિ-૪ આયુષ્ય...
કોઇપણ જીવ ચાલુભવમાં જ પરભવનું આયુષ્ય બાંધે છે પણ જ્યાં સુધી પરભવાયુનો ઉદય થતો નથી ત્યાં સુધી જીવ પરભવમાં જતો નથી. એટલે તે તે આયુનો વિપાક તે તે ભવમાં જ થાય છે. તેથી આયુષ્યકર્મ ભવિપાકી છે..
શંકા :આયુષ્યકર્મની જેમ ગતિનામકર્મ પણ દેવાદિભવમાં જ વિપાક બતાવે છે. તેથી ગતિનામકર્મને પણ ભવિપાકી કહો ને?
સમાધાન :- આયુષ્યકર્મ વિપાકોદયથી જ ભોગવાય છે. પ્રદેશોદય ભોગવાતું નથી એટલે મનુષ્યભવમાં જ મનુષ્યાયુષ્ય ભોગવાય છે. દેવભવમાં મનુષ્યાયુષ્ય ભોગવાતું નથી. તેથી આયુષ્યકર્મ પોતાના ભવની સાથે અવ્યભિચારી છે. તેથી આયુષ્યકર્મ ભવવિપાકી કહેવાય પણ ગતિનામકર્મ વિપાકોદયથી અને પ્રદેશોદયથી ભોગવાય છે એટલે મનુષ્યભવમાં મનુષ્યગતિનામકર્મ વિપાકોદયથી ભોગવાય છે અને દેવભવમાં મનુષ્યગતિ
નામકર્મ પ્રદેશોદયથી ભોગવાય છે. તેથી ગતિનામકર્મ પોતાના ભવની સાથે વ્યભિચારી છે. એટલે ગતિનામકર્મ ભવિપાકી ન કહેવાય.
પુદ્ગલવિપાકી પ્રકૃતિ :
नामधुवोदय - चउतणु-वघायसाहारणिअरुजोयतिगं । पुग्गलविवागि बंधो पयइट्ठिइरसपएसत्ति ॥ २१ ॥
नामधुवोदयास्तनुचतुष्कोपघातसाधारणेतरोद्योतत्रिकम् । पुद्गलविपाकिन्यो बन्धः, प्रकृतिस्थितिरसप्रदेशा इति ॥ २१॥
૫૩