________________
* નિદ્રાનામનું દર્શનાવરણીયકર્મ ક્ષાયોપશમિકદર્શનોપયોગનો ઘાત કરે છે. એટલે નિદ્રાના ઉદય વખતે જોવું, બોલવું, સાંભળવું વગેરે ક્રિયા સર્વથા અટકી જાય છે. તેથી નિદ્રાપંચક સર્વઘાતી છે.
શંકા :- નિદ્રાના ઉદયમાં સ્વપ્ન વગેરે મનનું કાર્ય ચાલુ હોવાથી સર્વથા દર્શનોપયોગ અટકતો નથી. તેથી નિદ્રાને સર્વઘાતી કેમ કહેવાય?
સમાધાન :- જેમ ઘનઘોર વાદળથી સૂર્ય ઢંકાયેલો હોવા છતાં પણ દિવસ-રાત્રીનું સ્પષ્ટજ્ઞાન થઇ શકે એવો અલ્પ પ્રકાશ અવશ્ય ખુલ્લો હોય છે તેમ નિદ્રા નામના ઘનઘાતી દર્શનાવરણીયકર્મના ઉદય વખતે ક્ષાયોપશમિક સ્થૂલ દર્શનોપયોગ સર્વથા અટકી જાય છે. પણ સૂક્ષ્મદર્શનોપયોગ ચાલુ રહે છે. જો સૂક્ષ્મદર્શનોપયોગ અટકી જાય તો જીવ જડ બની જાય. પણ એવું ક્યારેય બનતું નથી. એટલે નિદ્રાનામના ઘનઘાતી દર્શનાવરણીયકર્મના ઉદય વખતે પણ સ્વપ્નાદિ મનનું કાર્ય ચાલુ રહે છે. પણ સ્થૂલદર્શનોપયોગ અટકી જવાથી બોલવું, સાંભળવું, જોવું, વગેરે મોટાભાગની ક્રિયા સર્વથા અટકી જાય છે. તેથી નિદ્રાપંચકને સર્વઘાતી કહ્યું છે.
* મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધીનો ઉદય હોય ત્યાં સુધી સમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી. તેથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી સર્વઘાતી છે.
* અપ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોય ત્યાં સુધી જીવ અલ્પ પણ હિંસાદિ-પાપપ્રવૃત્તિનું પચ્ચક્ખાણ કરી શકતો ન હોવાથી અપ્રત્યાખ્યાનીયકર્મ સર્વથા દેશવિરતિનો ઘાત કરે છે. તેથી તે સર્વઘાતી છે.
* પ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોય ત્યાં સુધી જીવ દીક્ષા લઇ શકતો ન હોવાથી પ્રત્યાખ્યાનીયકર્મ સર્વવિરતિનો ઘાત કરે છે. તેથી તે સર્વઘાતી છે.
(2) દેશઘાતી :- જે કર્મ પોતાનાથી ઢાંકવા યોગ્ય ગુણને કાંઇક અંશે ઢાંકે છે, તે દેશઘાતી” કહેવાય.
* જેમ સૂર્ય ઘનઘોર વાદળથી ઢંકાયેલો હોવા છતાં પણ દિવસરાત્રીનું સ્પષ્ટજ્ઞાન થઇ શકે એવો અલ્પપ્રકાશ અવશ્ય ખુલ્લો હોય છે. તેમ
૪૨