________________
ઘાતી- અઘાતી પ્રકૃતિ - . केवलजुयलावरणा, पणनिद्दा बारसाइमकसाया ।। मिच्छं ति सव्वघाई, चउनाणतिदंसणावरणा ॥१३॥ संजलणनोकसाया, विग्धं इय देसघाइ य अघाई । पत्तेयतणुट्ठाऊ, तसवीसा गोयदुग वन्ना ॥१४॥ केवलयुगलावरणे पञ्च निद्रा द्वादशादिमकषायाः । मिथ्यात्वमिति सर्वघातिन्यः चतुर्ज्ञानत्रिदर्शनावरणम् ॥ १३ ॥ सञ्चलननोकषाया विघ्नमिति देशघातिन्योऽघातिन्यः । प्रत्येकतन्वष्टकाऽऽयूंषि त्रसविंशतिः गोत्रद्विकं वर्णाः ॥१४॥
ગાથાર્થ - કેવલજ્ઞાનાવરણીય, કેવલદર્શનાવરણીય, નિદ્રા-૫, પહેલા-૧૨ કષાય અને મિથ્યાત્વ એ-૨૦ સર્વઘાતી છે. જ્ઞાનાવરણીય-૪, દર્શનાવરણીય-૩, સંજવલનશ્યાય-૪, નોકષાય-૯, અંતરાય-૫ એ ર૫ દેશઘાતી છે અને પ્રત્યેક-૮, શરીર-૫, ઉપાંગ-૩, સંસ્થાન-૬, સંઘયણ-૬, જાતિ-૫, ગતિ-૪, વિહાયોગતિ-૨, આનુપૂર્વી-૪, આયુષ્ય-૪, ત્રસાદિ-૨૦, ગોત્ર-૨, વેદનીય-૨, વર્ણાદિ-૪ એ ૭પ પ્રકૃતિ અઘાતી છે.
વિવેચન :- (૧) જે કર્મ જ્ઞાનાદિગુણનો ઘાત કરે છે, તે “ઘાતી” કહેવાય. જેમકે જ્ઞાનાવ, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય. (૨) જે કર્મ જ્ઞાનાદિગુણનો ઘાત કરતા નથી. તે “અઘાતી કર્મ” કહેવાય.
જેમકે, વેદનીય, આયુષ્ય, ગોત્ર, નામકર્મ. (૧) ઘાતકર્મ - તે પ્રકારે છે. (1) સર્વઘાતી (2) દેશઘાતી. (1) સર્વઘાતી :- જે કર્મ પોતાનાથી ઢાંકવા યોગ્ય ગુણને સંપૂર્ણ ઢાંકે છે, તે સર્વઘાતી કહેવાય.
* કેવલજ્ઞાનાવરણીયકર્મ કેવલજ્ઞાનને સંપૂર્ણ ઢાંકે છે. તેથી કેવલજ્ઞાનાવરણીયકર્મનો ઉદય હોય ત્યાં સુધી અલ્પાંશે પણ કેવળજ્ઞાન પ્રગટ થતું નથી. એટલે કેવલજ્ઞાનાવરણીયકર્મ સર્વઘાતી છે. - + કેવલદર્શનાવરણીયકર્મ કેવલદર્શનને સંપૂર્ણ ઢાંકે છે. તેથી કેવલદર્શનાવરણીયકર્મનો ઉદય હોય ત્યાં સુધી અલ્પાશે પણ કેવલદર્શન પ્રગટ થતું નથી. તેથી કેવલદર્શનાવરણીયકર્મ સર્વઘાતી છે.
૪૧T