________________
જેમ ચોરની સાથે રહેલો માણસ ચોર ન હોવા છતાં ચોર ગણાય છે. તેમ સર્વઘાતીની સાથે ભોગવાતી અઘાતી પ્રકૃતિ સર્વઘાતી ન હોવા છતાં પણ સર્વઘાતી જેવી થઈ જાય છે અને દેશઘાતીની સાથે ભોગવાતી અઘાતી પ્રકૃતિ દેશઘાતી ન હોવા છતાં પણ દેશઘાતી જેવી થઈ જાય છે. પુણ્યપ્રકૃતિ :सुरनरतिगुच्चसायं, तसदसतणुवंगवइरचउरंसं । परघासग तिरियाऊ, वनचऊपणिंदिसुभखगई ॥ १५॥ सुरनरत्रिकोच्चैःसातं त्रसदशकं तनूपाङ्गवज्रचतुरस्रम् । पराघातसप्तकं तिर्यगायुः वर्णचतुष्कं पञ्चेन्द्रियशुभखगती ॥ १५॥
ગાથાર્થ - દેવત્રિક, મનુષ્યત્રિક, ઉચ્ચગોત્ર, શતાવેદનીય, ત્રસાદિ-૧૦, શરીર-૫, અંગોપાંગ-૩, વજઋષભનારાચસંઘયણ, સમચતુરટ્યસંસ્થાન, પરાઘાતસતક, તિર્યંચાયુષ્ય, વર્ણાદિ-૪, પંચેન્દ્રિયજાતિ, શુભવિહાયોગતિ એ-૪ પુણ્યપ્રકૃતિ છે.
વિવેચન - પુણ્યપ્રકૃતિઓ શુભ અધ્યવસાયરૂપ શુભકારણથી જન્ય હેવાથી “શુભ” કહેવાય છે અને પાપપ્રકૃતિઓ અશુભ અધ્યવસાયરૂપ અશુભકારણથી જન્ય હોવાથી “અશુભ” કહેવાય છે.
શંકા - બંધમાં ૧૨૦ પ્રકૃતિ છે. તો અહીં પુણ્ય-૪૨૮૨ પાપ=૧૨૪ પ્રકૃતિ કેમ કહી છે?
સમાધાન - પુણ્યપ્રકૃતિ સુખનો અનુભવ કરાવે છે અને પાપપ્રકૃતિ દુઃખનો અનુભવ કરાવે છે. એટલે ઉદયમાં પુણ્યપ્રકૃતિ અને પાપપ્રકૃતિ પરસ્પર વિરોધી છે. તેથી જે વર્ણચતુષ્ક પુણ્યસ્વરૂપ છે. એ જ વર્ણચતુષ્ક પાપસ્વરૂપ છે. એમ કહેવું યોગ્ય નથી. એટલે પુણ્યપ્રકૃતિમાં શુભવર્ણચતુષ્ક કહ્યું છે અને પાપપ્રકૃતિમાં અશુભવર્ણચતુષ્ક કહ્યું છે. તેથી કુલ-૧૨૪ પ્રકૃતિ કહી છે.
૪૬
પા૫=૧૨