________________
છે. પછી મિથ્યાત્વગુણઠાણુ લઈને નરકમાં જાય છે. ત્યાં અંતર્મુહૂર્ત રહ્યાં પછી સમ્યત્વગુણઠાણે આવી જાય છે. એટલે મિથ્યાત્વગુણઠાણામાં પણ અંતર્મુહૂર્તકાળ સુધી જિનનામની સત્તા હોય છે. તથા જે જીવ જિનનામને બાંધ્યા વિના જ ક્ષપકશ્રેણી માંડીને ૧૪ ગુણઠાણા સુધી જાય છે. તે જીવને ૧૪ ગુણઠાણા સુધી જિનનામની સત્તા હોતી નથી એટલે ૧લા અને ૪થી૧૪ સુધીના કુલ-૧૨ ગુણઠાણે જિનનામની અધુવસત્તા કહી છે.
આહારકસપ્તક +જિનનામ=૮ પ્રકૃતિની સત્તાવાળો કોઈપણ જીવ તથાસ્વભાવે જ મિથ્યાત્વગુણઠાણે જતો નથી. તેથી મિથ્યાત્વગુણઠાણામાં કોઈપણ એક જીવને આહારકસમક+ જિનનામ=૮ પ્રકૃતિની સત્તા હોતી નથી. એટલે કે મિથ્યાત્વગુણઠાણામાં આહા૦૭ની સત્તા હોય પણ જિનનામની સત્તા ન હોય એવો કોઈક મિથ્યાદષ્ટિ હોય છે અને જિનનામની સત્તા હોય પણ આહ૦૭ની સત્તા ન હોય એવો કોઇક મિથ્યાદષ્ટિ હોય છે. પણ આહા૦૭+ જિનનામ=૮ પ્રકૃતિની સત્તાવાળો કોઇપણ મિથ્યાદષ્ટિ હોતો નથી.
મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા અંતર્મુહૂર્ત જ હોય છે. કારણકે જે જીવ નરકાયુષ્ય બાંધ્યા પછી વિશુદ્ધપરિણામ ઉત્પન્ન થવાથી ક્ષયોપશમસમ્યકત્વ પામીને તીર્થંકર નામકર્મને બાંધે છે. તે જીવ પોતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત બાકી રહે છે. ત્યારે મિથ્યાત્વગુણઠાણે ચાલ્યો જાય છે. પછી મિથ્યાત્વગુણઠાણા સહિત નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં અંતર્મુહૂર્તકાળ જ મિથ્યાત્વગુણઠાણે રહીને સમ્યકત્વગુણઠાણે આવી જાય છે. તેથી મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા અંતર્મુહૂર્ત જ હોય છે.
એ પ્રમાણે, ૧૫૮ પ્રકૃતિમાંથી આહારકસપ્તક, જિનનામ દેવાયુ, નરકાયુ, તિર્યંચાયુ પોતપોતાના ગુણઠાણે અધુવસત્તાક જ છે, અને જ્ઞાનાવરણીયાદિ-૮૯ પ્રકૃતિ પોતપોતાના ગુણઠાણે ધ્રુવસત્તાક જ છે. બાકીની ૫૮ પ્રકૃતિ કયા ગુણઠાણે ધ્રુવસત્તાક છે અને ક્યા ગુણઠાણે અધુવસત્તાક છે. તે કોઠામાં બતાવ્યું છે.