________________
आहारकसप्तकं वा सर्वगुणे द्वितीयतृतीयगुणे विना तीर्थम् । नोभयसत्तायां मिथ्यादृष्टिः, अन्तर्मुहूर्तं भवेत्तीर्थम् ॥१२॥
ગાથાર્થ + આહારકસમકની સત્તા સર્વે ગુણઠાણામાં વિકલ્પ હોય છે. તીર્થંકર નામકર્મની સત્તા બીજા-ત્રીજાગુણઠાણા વિના બાકીના સર્વે ગુણઠાણામાં વિકલ્પ હોય છે. આહારકસપ્તક અને તીર્થકર નામકર્મની સત્તાવાળો જીવ મિથ્યાષ્ટિ ન હોય અને મિથ્યાત્વગુણઠાણે જિનનામની સત્તા અંતર્મુહૂર્ત જ હોય છે.
વિવેચન - કોઇક અપ્રમત્તસંયમી સાતમાગુણઠાણે આહારકદ્ધિકને બાંધ્યા પછી ક્ષપકશ્રેણીમાંડીને ૧૪ ગુણઠાણા સુધી જાય છે અને કોઈક અપ્રમત્તસંયમી આહારકદ્ધિકને બાંધ્યા પછી ત્યાંથી પડતો પડતો મિથ્યાત્વગુણઠાણે પણ આવી જાય છે. તેથી દરેક ગુણઠાણામાં આહારકસમકની સત્તા હોય છે. તથા જે જીવ આહારકદ્ધિકને બાંધ્યા વિના જ ક્ષપકશ્રેણી માંડીને ૧૪ ગુણઠાણા સુધી જાય છે. તે જીવને ૧થી૧૪ ગુણઠાણે આહારકસતકની સત્તા હોતી નથી. તેથી દરેક ગુણઠાણામાં આહારકસપ્તકની અધ્રુવસત્તા કહી છે.
જિનનામની સત્તાવાળો કોઈપણ જીવ તથાસ્વભાવે જ સાસ્વાદન અને મિશ્રગુણઠાણે જઈ શકતો નથી. તેથી બીજા-ત્રીજા ગુણઠાણે જિનનામની સત્તા હોતી નથી. ૧૨ ગુણઠાણામાં જિનનામની અધ્રુવસત્તા :
કોઇક સમ્યગુદૃષ્ટિ જીવ જિનનામને બાંધ્યા પછી ક્ષપકશ્રેણી માંડીને ૧૪ ગુણઠાણા સુધી જાય છે. તેથી ૪થી૧૪ ગુણઠાણા સુધી જિનનામની સત્તા હોય છે અને જે જીવ નરકાયુષ્ય બાંધ્યા પછી વિશુદ્ધ પરિણામ ઉત્પન્ન થવાથી ક્ષયોપશમસમ્યકત્વ પામીને તીર્થંકરનામકર્મને બાંધે છે. તે જીવ પોતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત બાકી રહે છે. ત્યારે મિથ્યાત્વે ચાલ્યો જાય